<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ઉજ્જૈનના મહાકાલ મંદિરનો લાડુ-પ્રસાદ ૧૩ પ્રકારની ટેસ્‍ટમાં પાસ

આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી

ઉજ્જૈન,તા. ૭: તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુમાં ચરબીયુક્‍ત ઘી વપરાતું હોવાના આરોપ બાદ મધ્‍ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના લાડુની શુદ્ધતાની તપાસ કરાવવામાં આવી હતી અને ૧૩ પ્રકારની ટેસ્‍ટમાંથી આ લાડુ પાસ થયો હતો. આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એમ લેબોરેટરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે.

ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (FSSAI) પાસેથી માન્‍યતાપ્રાપ્ત મધ્‍ય પ્રદેશની આધુનિક લેબોરેટરીમાં આ પ્રસાદના લાડુની ટેસ્‍ટ કરવામાં આવી હતી અને લાડુ બનાવવા માટે વપરાતા ઘી, દાળ સહિતના વિવિધ ઘટકોમાં કોઈ જાતની ભેળસેળની જાણકારી મળી નહોતી.

(9:41 AM IST)