<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

દેશમાં ૮ વર્ષમાં કાળા જાદુને કારણે ૧૧૧ લોકોના જીવ ગયા

જાદુટોનાને કારણે ૧૦૬૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે

નવી દિલ્‍હી,તા. ૭:  જાદુટોના, બ્‍લેક મેજિક, નરબલિ જેવી વિધિઓ અને રિવાજો ભારતનું અભિન્ન અને અનિષ્ટ અંગ બન્‍યાં છે. હાથરસમાં થોડા દિવસ પહેલાં જ સમૃદ્ધિ માટે સ્‍કૂલના સંચાલક પિતા-પુત્રે બલિ ચડાવવાના નામે ૧૧ વર્ષના બાળકની હત્‍યા કરી નાખી હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‍સ બ્‍યૂરો (NCRB)ના આંકડા કહે છે કે ૨૦૧૪થી ૨૦૨૨માં કાળા જાદુને કારણે ૧૧૧ વ્‍યક્‍તિનો બલિ ચડાવાયો છે. એમાંથી ૨૦૨૨માં જ ૮ જણના જીવ ગયા છે. એ સિવાય જાદુટોના કરતા હોવાની અને ડાકણ હોવાની શંકાને કારણે પણ લોકોને મારી નાખવામાં આવે છે. ૨૦૨૧માં ૬૮ જણને આ કારણસર મારી નખાયા હતા અને બીજા જ વર્ષે ૨૦૨૨માં આ આંકડો ૮૫એ પહોંચ્‍યો હતો. ૨૦૧૩થી ૨૦૨૨ સુધીમાં જાદુટોનાને કાણે ૧૦૬૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. છત્તીસગઢ, ઓડિશા, મધ્‍ય પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજયોમાં મહિલાઓને ડાકણ માનીને તેમને મારી નાખવાની ઘટના સામાન્‍ય બની ગઈ છે એટલે ૧૦૬૪નાં મૃત્‍યુમાં સૌથી વધુ મહિલાઓનાં મૃત્‍યુ થયાં છે. 

(9:42 AM IST)