News of Monday, 7th October 2024
ટ્રાફિક જામને લીધે બેંગલોરમાં દર વર્ષે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન
વિના કારણે બળતણનો ધુમાડો થાય છે અને ઓછી પ્રોડક્ટિવિટીને કારણે કર્મચારીઓને નુકસાન થાય છે

બેંગ્લોર,તા. ૭: દેશની સિલિકોન વેલી ગણાતા બેન્ગલોર શહેરમાં દર વર્ષે ટ્રાફિક જેમને કારણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એમ કર્ણાટકના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર પ્રિયાંક ખડગેએ જણાવ્યું છે. બેન્ગલોરમાં ૧૦ કિલોમીટરનું અંતર પાર કરવા માટે વાહનમાં આશરે ૨૮ મિનિટ લાગે છે અને એ ભારતમાં પહેલું અને દુનિયાનું બીજું સ્લોએસ્ટ સિટી છે. એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે જણાવ્યું હતું કે દેશનાં અન્ય શહેરોમાં પણ આવી જ હાલત છે. લાંબા ટ્રાફિક જેમને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લોકોનો સમય બરબાદ થાય છે, વિના કારણે બળતણનો ધુમાડો થાય છે અને ઓછી પ્રોડક્ટિવિટીને કારણે કર્મચારીઓને નુકસાન થાય છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
