<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ઇરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈનો જમણો હાથ કમાન્ડ ઈસ્માઈલ કાની ગુમ થયાના હેવાલથી મોટો ખળભળાટ

ઈરાનનો કુદ્સ ફોર્સના બ્રિગેડિયર-જનરલ ઈસ્માઈલ કાની ગુમ :ગત ગુરુવારથી તેમનો સંપર્ક થયો નથી.

ઈરાનનો કુદ્સ ફોર્સના બ્રિગેડિયર-જનરલ ઈસ્માઈલ કાની ગુમ થઈ ગયા છે અને ગત ગુરુવારથી તેમનો સંપર્ક થયો નથી. આ માહિતી સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે. છેલ્લે તેઓ હિઝબુલ્લાહની તહેરાન સ્થિત ઓફિસમાં જોવા મળ્યા હતા.

તાજેતરમાં બેરુતમાં ઈઝરાયેલની સ્ટ્રાઈક બાદથી તેમની કોઈ જગ્યાએ ભાળ મળી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ્માઈલ કાની ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામનેઈનો જમણો હાથ માનવામાં આવે છે. અને ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈસ્માઈલ કાનીએ તેમનું સ્થાન લીધુ હતું.

ઈસ્માઈલ કાનીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીનો જમણો હાથ માનવામાં આવે છે. એર સ્ટ્રાઈકમાં ઈરાનના સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાનીના મોત બાદ ઈસ્માઈલ કાનીએ તેમની જગ્યા લીધી હતી. ઈઝરાયલી મીડિયાને શંકા છે કે તે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઘાયલ થયા હોઈ શકે છે, જ્યારે ઘણા મીડિયા હાઉસ તેમના મૃત્યુની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વર્ષ 2020માં કાસિમ સુલેમાનીની હત્યા પછી કાનીને તેના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઈરાનની લશ્કરી વ્યૂહરચનાનો એક આર્કિટેક્ટ રહ્યો છે. કાનીના ગુમ થવાથી ઈરાનમાં તણાવ વધી શકે છે.

(11:35 AM IST)