News of Monday, 7th October 2024
તામિલનાડુ-કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશેઃ દિલ્હીમાં ગરમી યથાવતઃ હવાની ગુણવત્તા ગગડી
બે ટ્રફ લાઇન રચાઇઃ ઝારખંડ, બિહાર, ઓડીશા, બંગાળ સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદનો દૌર ચાલુ રહેશે

નવી દિલ્હી તા. ૭: દેશના મોટાભાગનાં રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ ગંગાના પશ્ચિમ બંગાળ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તમિલનાડુ-આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયકલોનીક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે. એક ટ્રફ લાઇન ઝારખંડથી મણિપુર સુધીની છે અને બીજી ટ્રફ અરબી સમુદ્રથી રાયલસીમા સુધીની છે. તેથી, ઝારખંડ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનો દૌર ચાલુ છે.
આગામી ૨૪ કલાકમાં તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હીવાસીઓને આગામી સપ્તાહ દરમિયાન આકરી ગરમી સહન કરવી પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આ અઠવાડિયે ગરમી અને ભેજનો સામનો કરવો પડશે. ચોમાસાએ એક અઠવાડિયા પહેલા દિલ્હી છોડી દીધું હતું અને ત્યારથી રાજધાનીમાં લોકો ભેજથી પરેશાન છે. રવિવારે પણ દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી હતું. આજે ૭ ઓકટોબરની સવારે મહત્તમ તાપમાન ૩૪.૭૩ ડિગ્રી સેલ્સિયસ હતું. દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન ૨૯.૧૫ અને ૩૬.૫૪ ડિગ્રી રહેવાની ધારણા છે. ૩૧ કિલોમીટર ઙ્કતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આજે સવારે દિલ્હીનો AQI 248 નોંધાયો હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહે દિલ્હીવાસીઓને ભેજથી રાહત મળી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને શિયાળો તેની અસર દેખાવા લાગશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયામાં ઓછા દબાણના ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે, આ અઠવાડિયા દરમિયાન ઉત્તર-પૂર્વના રાજ્યો અને દક્ષિણના રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. આજે અને આગામી ૨ દિવસ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ ઙ્કદેશ, જમ્મુમાં હળવો વરસાદ અને કાશ્મીર, ઉત્તરાખંડમાં મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક રાજ્યોમાં તોફાનનું એલર્ટ પણ રહેશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
