<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

હું સ્‍વસ્‍થ છું, મારી તબિયત ખરાબ હોવાની વાતો માત્ર અફવા

રતન ટાટાએ સોશિયલ મીડિયામાં પોસ્‍ટ મૂકીને કરી સ્‍પષ્ટતા

નવી દિલ્‍હી તા. ૭ : જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્‍સના પૂર્વ ચેરમેન રતન ટાટા સાથે જોડાયેલા એક અહેવાલ આવતા સમગ્ર બિઝનેસ સેક્‍ટરમાં હલચલ મચી ગઈ. હકીકતમાં, અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે રવિવારે મોડી રાત્રે અચાનક તેમની તબિયત બગડી હતી, ત્‍યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્‍ડી હોસ્‍પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. આ વાયરલ સમાચારો વચ્‍ચે, ૮૬ વર્ષીય ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયા દ્વારા તસવીરની સ્‍પષ્ટતા કરી અને કહ્યું કે તેમને કોઈ ગંભીર બીમારીના કારણે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા નથી. તેણે લખ્‍યું, ‘હું બિલકુલ ઠીક છું.'

દેશના જાણીતા ઉદ્યોગપતિᅠઅનેᅠટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બ્‍લડ પ્રેશર અચાનક ઘટી જતાં હોસ્‍પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ હતા. જો કે રતન તાતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્‍ટ મૂકીને સ્‍પષ્ટતા કરી છે કે, મારું ફક્‍ત બોડી ચેક અપ થઈ રહ્યું છે.ᅠ

રતન ટાટાએ સોશિયલ મીડિયા X પર પોસ્‍ટ કરી કહ્યું કે, હું માત્ર રૂટિન ચેકઅપ માટે જ આવ્‍યો છું. હાલ મારી તબિયત ખરાબ હોવાની અટકળો માત્ર અફવા છે. મારી ઉંમર અને સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં રાખતાં મેડિકલ ચેકઅપ માટે આવ્‍યો છું. તમારા સૌની ચિંતા અને લાગણીને માન આપું છું.(૨૧.૩૦)

 

વોર્ડ નં. ૧ની શાંતિનિકેતનથી અમૃત પાર્ક વચ્‍ચેની

વિવાદીત દિવાલનો કડુસલોઃ રસ્‍તો ખુલ્લો કરાયો

મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

જયારે વોર્ડ નં. ૮ ની સૂર્યોદય સોસાયટીની ગેરકાયદે બાંધકામવાળી મિલ્‍કત સીલ કરતું તંત્ર

રાજકોટ તા. ૭: શહેરના વિવિધ વિસ્‍તારોમાં થયેલ ગેરકાયદે બાંધકામને દુર કરવા મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા અવાર-નવાર ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્‍યારે આજે ફરી મનપાના બુલડોઝર ધણધણ્‍યા હતા અને વોર્ડ નં. ૧ તથા ૮ માંથી ગેરકાયદે બાંધકામોનો કડુસલો બોલાવવામાં આવ્‍યો હતો.

મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા. ૭ ના રોજ વોર્ડ નં. ૮ તથા વોર્ડ નં. ૧ માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ ૮ માં ભૂપતસિંહ વાઘેલાના સૂર્યોદય સોસાયટી, શેરી નં. ર, કાલાવડ રોડ સ્‍થિત ગેરકાયદેસર બાંધકામવાળી મિલ્‍કત સીલ કરાઇ છે.

જયારે ૧માં લતાવાસીઓ દ્વારા શાંતિનિકેતન સોસાયટીથી અમૃત પાર્કને જોડતો માર્ગ ઉપર પર બનાવેલ દીવાલને દુર કરેલ હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના આસી. ટાઉન પ્‍લાનર એમ. આર. શ્રીવાસ્‍તવ તથા એસ. જે. સીતાપરા તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ જગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ, રોશની શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(4:19 PM IST)