હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th October 2024
માલદિવના રાષ્ટ્રપતિના બદલ્યા સુરઃ ભારત ને ગણાવ્યું અહમ ભાગીદાર
મોહમ્મદ મુઇઝઝુ અને તેમના પત્ની ભારત યાત્રાએ આવી પહોંચ્યા

નવી દિલ્હી : તા. ૭: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝઝુ અને પ્રથમ મહિલા સાજીદા મોહમ્મદ ગઇકાલે વિપક્ષીય ભારત યાત્રાએ રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે તેમની સાથે મુલાકાત કરી ધ્વીપક્ષીય સંબંધ વધારાવા ના માલદીવના રાષ્ટ્રપતિની પ્રતિબધ્ધતાની પ્રશંસા પણ કરી હતી.
મોહમ્મદ મુઇઝઝુએ જણાવેલ કે ભારત અમારૂ અહમ ભાગીદાર છે. બંને દેશ સારા મિત્રો પણ છે અને બંનેના સંબંધ અહમ હિતો સાથે જોડાયેલા છે. માલદીવના કોઇપણ નિર્ણયથી ભારતની સુરક્ષા ઉપર કોઇ મુશ્કેલી ઉભી નહી થાય તેઓ રાષ્ટ્રપતિ મુર્મૂના નિમંત્રણથી ભારત યાત્રાએ આવ્યા છે. નરેન્દ્રભાઇ સાથે પણ મુલાકાત કરનાર છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
