હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th October 2024
ચીનના જાસુસી ફુગ્ગાની હવા કાઢતુ ભારતીય એરફોર્સઃ રાફેલથી બલુન તોડી પાડયું
વાયુસેનાએ ૫૫ હજાર ફુટની ઊંચાઇએ ડ્રેગનને તાકાત દેખાડી

નવી દિલ્હી : તા. ૭: ભારત અને ચીન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. જો કે ભારતીય સેના સરહદ પર સતત નજર રાખી રહી છે. બેઇજિંગ સાથેના સરહદ વિવાદ વચ્ચે, ભારતીય વાયુસેનાએ હવે પૂર્વી મોરચે ૫૫, ૦૦૦ ફૂટથી વધુની ઉચાઇએ ચીની જાસૂસી બલૂન જેવા લક્ષ્યોને તોડી પાડીને ક્ષમતા સાબિત કરી છે.
સંરક્ષણ સુત્રોએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ થોડા મહિના પહેલા પૂર્વીય વાયુ કમાન્ડના જવાબદારી ક્ષેત્રમાં એક જાસૂસી બલૂનને તોડી પાડવા માટે રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા યુએસ એરફોર્સ પણ આવુ જ એક મિશન શરૂ કર્યુ હતું, જે અંતર્ગત ચીનના જાસૂસી ફુગ્ગાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
