<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કાલે ભાજપના ધારાસભ્‍યો, સાંસદો અને સંગઠનના અગ્રણીઓની બેઠકઃ સભ્‍ય નોંધણી પર ભાર

નરેન્‍દ્રભાઇના શાસનના ર૩ વર્ષની ઉજવણીના કાર્યક્રમો થશે

 

રાજકોટ તા. ૭ :.. ભાજપના તમામ ધારાસભ્‍યો, સંસદ સભ્‍યો અને સંગઠનના આગેવાનોની બેઠક કાલે મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્‍યે પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી છે. જેમાં સદસ્‍યતા અભિયાન અને અન્‍ય કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

કાલે  મંગળવારે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી.આર. પાટીલ  અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ જૂના અને હાલના વર્તમાન સાંસદો તથા ધારાસભ્‍યોને એકત્ર કરી રહ્યા છે.  તમામ જૂના અને વર્તમાન ધારાસભ્‍ય અને સાંસદોને હાજર રહેવા માટે જણાવ્‍યું છે. સંગઠન પર્વને લઈને તેમની હિસ્‍સેદારી અંગે ચર્ચા કરવા માટે તેમને બોલાવવામાં આવ્‍યાનું કહેવાય છે.  જે વરિષ્ઠ નેતાઓ પક્ષની પ્રવળત્તિઓથી લાંબા સમયથી અંતર રાખીને બેઠા છે તેમને પણ પાર્ટીમાં સભ્‍ય તરીકે નોંધણી કરી નવા સભ્‍યો બનાવે તે માટે સમજાવવામાં આવશે !

 ઉપરાંત રાજ્‍ય સરકાર આવતીકાલે મંગળવાર તારીખ ૮ ઓક્‍ટોબરથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે પહેલીવાર શપથ લીધા તેના ચોવીસ વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે. તેના અનુસંધાને શ્રી પાટીલ પક્ષના નેતાઓને આ ઉજવણીમાં સામેલ થવા માટે જણાવશે.  પ્રાથમિક સભ્‍ય નોંધણીની મુદત ૧પ ઓકટોબર સુધીની છે. રાજયમાં બે કરોડના લક્ષ્યાંક સામે ૮પ લાખ જેટલા જ સભ્‍યો નોંધાયા હોવાથી સભ્‍ય નોંધણી પર હવે વધૂ ભાર અપાશે.

 

(3:30 PM IST)