હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમે જીતીને જ રહીશું...હમાસ સામે યુદ્ધને એક વર્ષ પૂરૂ થતાં નેતન્યાહુની ગર્જના
ઇઝરાયલે હમાસને ખત્મ કરવાની લીધી પ્રતિજ્ઞા

નવી દિલ્હી તા. ૭ : હમાસએ ગયા વર્ષે આ દિવસે એટલે કે ૭મી ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કે વર્ષ થયાના એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલે વડા પ્રધાન નેતન્યાહુએ ફરી એકવાર હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રતિજ્ઞા લેતા નેતન્યાહુએ કહ્યું હતું કે, ‘કોઈ અમને સમર્થન આપે કે ન આપે, અમે આ યુદ્ધ જીતીશું. દેશની સેનાએ ઓક્ટોબર ૭ના હમાસના હુમલા પછીના આ વર્ષમાં સંપૂર્ણપણે વાસ્તવિકતા બદલી નાખી છે. જેના કારણે દેશ બે યુદ્ધો લડી રહ્યો છે.'
પીએમ નેતન્યાહુએ સૈનિકોને કહ્યું કે, ‘ઇઝરાયલ જીતશે' કારણ કે તે ગાઝા પટ્ટી અને લેબેનોન બંને જગ્યાએ આતંકવાદીઓ સામે લડી રહ્યા છે અને ઈરાન પર હુમલો કરવાની તૈયારીમાં છે. ઈઝરાયલના આર્મી ચીફ લેફટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ આ પ્રસંગે કહ્યું કે એક વર્ષ બાદ અમે હમાસની સૈન્ય શાખાને હરાવ્યું છે.'
નેતન્યાહુએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘હું અહીં ઉત્તરી સરહદ પર IDF સૈનિકો સાથે છું. અહીંથી થોડાક મીટર દૂર, સરહદ પર, તમારા સાથી સૈનિકોએ હિઝબુલ્લાહે અમારા પર હુમલો કરવા માટે તૈયાર કરેલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. તમારા બધાના વખાણ થવા જોઈએ. તમે સાથી સૈનિકો સાથે ખરેખર અદ્વુત કામ કરી રહ્યા છો.'ᅠ
નેતન્યાહુએ પ્રથમ હુમલો યાદ કરતા કહ્યું હતું કે, ‘એક વર્ષ પહેલા આપણને એક ભયાનક ઝટકો લાગ્યો હતો. ત્યારથી લઈને ૧૨ મહિનામાં અમે સમગ્ર વિશ્વમાં વાસ્તવિકતા બદલી નાખી છે. અમારા દુશ્મનો પર જે હુમલાઓ તમે કરી રહ્યા છો તેનાથી સમગ્ર વિશ્વ આヘર્યચકિત છે. હું તમને વંદન કરૂં છું અને કહું છું - તમે વિજયની પેઢી (Generation of Victory) છો.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
