હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પશ્ચિમ બંગાળ : કોલસાની ખાણમાં વિસ્ફોટ : ૭ મજૂરોના મોત
અનેકને ઇજા : રાહત બચાવ કાર્ય શરૂ

કોલકત્તા તા. ૭ : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં વિસ્ફોટના કારણે ૭ લોકોના મોત થયા છે જયારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જે કોલસાની ખાણમાં આ બ્લાસ્ટ થયો છે તે બીરભૂમ જિલ્લાના લોકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે.
કંપનીનું નામ છે ગંગારામચક માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ કોલિયરી જયાં કોલસાના પિલાણ દરમિયાન ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ઘાયલ પણ થયા છે.
સૂત્રોનો દાવો છે કે કોલસાના પિલાણ માટે કોલસાની ખાણમાં બ્લાસ્ટ કરતી વખતે આ અકસ્માત અજાણતા થયો હતો. વિસ્ફોટ થતાં જ G.M.P.L. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા હતા.સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાકીના કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્યો પણ સ્થળ પર છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. પોલીસ મૃતકોના પરિવારજનોની પણ માહિતી એકઠી કરી રહી છે અને તેમનો સંપર્ક કરી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
