હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th October 2024
ભુપેન્દ્રસિંહ હુડ્ડા-સૈલજા પછી હવે ત્રીજું નવું નામ હરિયાણાના મુખ્યમંત્રી પદની રેસમાં જોડાયું?
જો હરિયાણામાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે તો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને શૈલજા કુમારીના નામ મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ પરંતુ હવે આ રેસમાં નવું નામ પણ જોડાઈ ગયું

હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન પૂર્ણ થયું હતું, ત્યારબાદ નવી સરકારની રચના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 8 ઓક્ટોબરે પરિણામ આવશે. મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ દસ વર્ષ બાદ રાજ્યમાં પુનરાગમન કરવા જઈ રહી છે. જો હરિયાણામાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળે છે તો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સીએમ બનવાની રેસમાં સૌથી આગળ છે
. હુડ્ડા ઉપરાંત સિરસાના સાંસદ કુમારી શૈલજાને પણ સીએમ પદના મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. આ સાથે હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ અને દલિત નેતા ઉદય ભાનનું નામ પણ સીએમ પદની રેસમાં સામેલ થયું છે. ઉદય ભાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નજીકના માનવામાં આવે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
