<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

દિલ્હી સરકારે શરૂ કરાયું ડસ્ટ વિરોધી અભિયાન: પહેલા જ દિવસે 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હીમાં ધૂળ વિરોધી અભિયાન શરૂ કર્યું: અભિયાન 7 નવેમ્બર સુધી ચાલશે અને પ્રદૂષણને રોકવા માટે 14 મુદ્દાનો વિન્ટર એક્શન પ્લાન બનાવાયો

નવી દિલ્હી :દિલ્હીમાં વધતા પ્રદૂષણને રોકવા માટે, દિલ્હી સરકારે 7 ઓક્ટોબરથી ધૂળ વિરોધી અભિયાન શરૂ કર્યું છે, જે 7 નવેમ્બર સુધી ચાલશે. આ અભિયાનની શરૂઆત કરવા માટે, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય પોતે રસ્તા પર ઉતર્યા અને કાલીબારી રોડ નજીક એક બાંધકામ સ્થળનું નિરીક્ષણ કર્યું. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક બાંધકામ સાઈટને નોટિસ ફટકારી અને નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયા બાદ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

   ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં શિયાળા દરમિયાન પ્રદૂષણને રોકવા માટે, દિલ્હી સરકારે 14 મુદ્દાઓનો વિન્ટર એક્શન પ્લાન જારી કર્યો છે. આ અંતર્ગત સ્ટબલ ઓગળવા માટે દિલ્હીમાં બાયો-ડિકોમ્પોઝર સોલ્યુશનનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે અને વોર રૂમ પણ બનાવવામાં આવ્યો છે

  . દિલ્હીમાં આજથી ધૂળ વિરોધી અભિયાન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં ચાલી રહેલા બાંધકામ માટે 14-પોઇન્ટ ડસ્ટ કંટ્રોલ નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે આજથી સમગ્ર દિલ્હીમાં 13 વિભાગોની 523 ટીમો બનાવવામાં આવી છે, જે અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સ્થળોનું નિરીક્ષણ કરશે. નિયમોનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે.

   આજે રામ મનોહર લોહિયા હોસ્પિટલના નવા બ્લોકના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રામા સિવિલ કન્સ્ટ્રક્શન કંપની કામ કરી રહી છે, અહીં ધૂળ નિયંત્રણના 14-પોઇન્ટ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. આ માટે કંપનીને નોટિસ આપવામાં આવી હતી અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

   દિલ્હી સરકાર તેના ધૂળ વિરોધી અભિયાન હેઠળ બાયો-ડીકમ્પોઝરનો છંટકાવ, વૃક્ષારોપણ અને ફટાકડા અંગે જાગૃતિ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરશે. આ સાથે જ વિભાગોને બાંધકામ સ્થળો પર સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ નિયમોનું ઉલ્લંઘન ન થાય.

(9:01 PM IST)