તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Tuesday, 8th October 2024
દેશના મોટા ભાગના રાજ્યોના લોકોએ કોંગ્રેસ માટે "નો એન્ટ્રી"ના બોર્ડ લગાવ્યા પહેલા તો કોંગ્રેસ એવું માનતી હતી કે તે કામ કરે કે ના કરે, લોકો તો મત આપશે, પરંતુ હવે કોંગ્રેસની પોલ ખુલી ગઈ છે, તેના ડબ્બા ગુલ થઈ ગયા છે: નરેન્દ્રભાઈ
આપણે બધાએ સાંભળ્યું છે કે 'જ્યાં દૂધ - દહીં કા ખાના, વૈસા હે અપના હરિયાણા' હરિયાણાના લોકોએ ફરી કમલ કરી બતાવી છે અને કમલ - કમલ કરી દીધું છે: પીએમ

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ દિલ્હી ખાતે ભાજપ હેડકવાટર ઉપર નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા હતા. જેમનું રાજનાથ સિંહ, જેપી નડા, અમિતભાઈ શાહ અને કરો કાર્યકરો આગેવાનો દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ..
નરેન્દ્ર ભાઈએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશના મોટા ભાગના રાજ્યોના લોકોએ કોંગ્રેસ માટે "નો એન્ટ્રી"ના બોર્ડ લગાવ્યા પહેલા તો કોંગ્રેસ એવું માનતી હતી કે તે કામ કરે કે ના કરે, લોકો તો મત આપશે, પરંતુ હવે કોંગ્રેસનું રહસ્ય ખુલી ગયું છે, તેના ડબ્બા ગુલ થઈ ગયા છે.
નરેન્દ્ર ભાઈએ કહ્યું કે હરિયાણામાં અત્યાર સુધી ૧૩ ચૂંટણીઓ થઈ ચૂકી છે, જેમાંથી ૧૦ ચૂંટણીમાં હરિયાણાની જનતાએ દર ૫ વર્ષે સરકાર બદલી છે. પરંતુ આ વખતે હરિયાણાના લોકોએ જે કર્યું છે તે અભૂતપૂર્વ છે. જ્યારે હરિયાણામાં ૫ વર્ષની બે ટર્મ પૂરી કરનારી સરકારને ત્રીજી તક મળી છે.
હરિયાણાની આ જીત કાર્યકરોની અપાર મહેનતનું પરિણામ છે. હરિયાણાની આ જીત નડ્ડા જી અને હરિયાણા ભાજપની ટીમના સંયુક્ત પ્રયાસોની જીત છે. આ જીત આપણા નમ્ર - વિનમ્ર મુખ્યમંત્રીના કાર્યોની પણ જીત છે તેમ વડાપ્રધાનશ્રીએ કહેલ.
અંતમાં નરેન્દ્રભાઈએ કહેલ કે આપણે બધાએ સાંભળ્યું છે કે 'જ્યાં દૂધ - દહીં કા ખાના, વૈસા હે અપના હરિયાણા' હરિયાણાના લોકોએ ફરી કમલ કરી બતાવી છે અને કમલ - કમલ કરી દીધું છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
