તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 8th October 2024
'જૂઠ અને દગાના દમ પર નથી ચાલતી કૂટનીતિ ' ભારત પ્રત્યે બદલાયું વલણ અને મુઈઝુ પોતાના જ દેશમાં ઘેરાયા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના વલણમાં બદલાવથી દરેકને આશ્ચર્ય:મેઇઝુએ ચલાવ્યું હતું ઇન્ડિયા આઉટ અભિયાન :હવે તેમના જ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ મુઈઝુના આ વલણ પર નિશાન સાધ્યું

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારત પ્રત્યે પોતાનું વલણ બદલતાની સાથે જ મંગળવારે તેમના દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ બિનઅનુભવી સરકારની ટીકા કરી હતી. માલદીવની વિપક્ષી પાર્ટીએ કહ્યું કે મુઈઝુ સરકારને હવે સમજાઈ ગયું છે કે જૂઠાણા અને છેતરપિંડીઓના આધારે કૂટનીતિ ચલાવી શકાતી નથી.
માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે નવી દિલ્હીમાં ભારતીય નેતૃત્વ સાથે મુઇઝ્ઝુની બેઠકમાં ભારત અને માલદીવને કુદરતી ભાગીદાર ગણાવ્યા હતા. દરમિયાન, મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે માલદીવ અને ભારત વચ્ચેના જૂના સંબંધો મજબૂત થવા પર ખુશી વ્યક્ત કરી છે.
શાહિદે એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે તે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહેલના સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર ભારતના સમર્થનમાં કામ કરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં સત્તા સંભાળી હતી અને આવતાની સાથે જ તેમણે ભારત વિરુદ્ધ 'ઈન્ડિયા આઉટ' અભિયાન શરૂ કર્યું હતું.
પરસ્પર સમજૂતી બાદ 90 ભારતીય સૈન્ય અધિકારીઓ આ વર્ષે 10 મેના રોજ ભારત પરત ફર્યા હતા. આ એ જ સૈનિકો હતા જેમને અગાઉની સરકારના અનુરોધ પર માલદીવની મદદ માટે ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધો એટલા વણસ્યા કે મુઈઝુના બે મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુર્વ્યવહાર કર્યો અને તે પછી ભારતીય પ્રવાસીઓએ માલદીવ જવાનો ઈન્કાર કરી દીધો.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
