તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 8th October 2024
બ્રિટનને ચીન, રશિયા અને ઈરાનથી ખતરો : 43 આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યા
પકડાયેલા ડઝનેક લોકોમાંથી લગભગ 13 ટકા સગીર હતા. આતંકવાદી સંગઠનો વિશ્વભરના લોકોને જોડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે

બ્રિટનને ચીન, રશિયા અને ઈરાન તરફથી આતંકવાદી હુમલાનું જોખમ છે. 2017 થી, આ દેશોમાંથી ઈંગ્લેન્ડ, ઉત્તરી આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં થઈ રહેલા 43 આતંકવાદી કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યા છે. મંગળવારે દેશની ટોચની ગુપ્તચર એજન્સી MI5ના મહાનિર્દેશક કેન મેકકેલમે આ ખુલાસો કર્યો હતો.
પશ્ચિમ લંડનમાં આતંકવાદ વિરોધી કેન્દ્રમાંથી બોલતા, મેકકેલમે કહ્યું કે આતંકવાદી સંગઠનો વધુને વધુ યુવાનોને તેમના કાવતરામાં સામેલ કરી રહ્યાં છે. આ માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેણે દાવો કર્યો હતો કે વિસ્ફોટકો અને બંદૂકોનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને એજન્સીએ અટકાવ્યું હતું. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, 43માંથી કુલ 20 હુમલા ઈરાન દ્વારા કરવાના હતા, જેની યોજના તેણે 2022થી અત્યાર સુધીમાં બનાવી હતી
કેન મેક્કુલમે કહ્યું કે તેમના દેશ માટે આઈએસ અને અલ કાયદાથી ખતરો વધી રહ્યો છે. 2022થી ઈરાન તેમની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં વધુ સક્રિય બન્યું છે. તેમણે કહ્યું કે દેશને ઈસ્લામિક ઉગ્રવાદીઓ, રશિયા, ઈરાન અને ચીનથી ખતરો છે.
તેમણે કહ્યું કે આતંકવાદીઓ દ્વારા સમગ્ર યુરોપને યુદ્ધમાં ધકેલી દેવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે ગયા મહિને MI5એ ત્રીજા કરતાં વધુ કેસોમાં સંગઠિત વિદેશી આતંકવાદી જૂથોની સંડોવણી જાહેર કરી હતી. પકડાયેલા લોકોમાંથી 13% સગીર હતા
MI5 ના ડાયરેક્ટર જનરલ દ્વારા જ લોકોને કહેવામાં આવે છે, સરકાર આ ગુપ્તચર એજન્સીના કર્મચારીઓ અને કામકાજ વિશે કંઈપણ જાહેર કરતી નથી. મીડિયામાં નિવેદન આપતાં ડાયરેક્ટર જનરલે વધુમાં કહ્યું કે ધરપકડ કરાયેલા ડઝનેક લોકોમાંથી લગભગ 13 ટકા સગીર હતા. તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનો વિશ્વભરના લોકોને જોડવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેનો ઉપયોગ તેમના નાપાક હેતુઓ માટે કરી રહ્યાં છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
