તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
કાશ્મીરમાં આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના જવાનનું અપહરણ કર્યું : સર્ચ ઓપરેશન ચાલુ
ટેરિટોરિયલ આર્મીનો અન્ય એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ: ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓનું કાયરતાભર્યું કૃત્ય સામે આવ્યું છે. કોકરનાગ વિસ્તારના શાંગાસમાંથી આતંકવાદીઓએ ટેરિટોરિયલ આર્મીના એક જવાનનું અપહરણ કર્યું છે. ટેરિટોરિયલ આર્મીનો અન્ય એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સૈનિક વિશે કોઈ સુરાગ મળે તે માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
વર્ષ 2020માં પણ આતંકવાદીઓએ આવું જ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વેજનું કાશ્મીરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના પાંચ દિવસ બાદ પરિવારને ઘર પાસે શાકીરના કપડા મળ્યા હતા. આ ઘટના 2જી ઓગસ્ટે બની હતી. ત્યારબાદ 24 વર્ષીય શાકિર વેજ દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.
આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. શાકિર બકરીદ પર પોતાના ઘરે ગયો હતો. અપહરણની સાથે આતંકવાદીઓએ સૈનિકની કારને પણ સળગાવી દીધી હતી. શાકિર દક્ષિણ કાશ્મીરના બાલાપુરમાં 162-TAમાં પોસ્ટેડ હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. એક વર્ષ બાદ સપ્ટેમ્બરમાં શાકિરનો મૃતદેહ મળી આવ્યો હતો
શાકિર વાગેની લાશ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી મળી આવી હતી. તપાસ બાદ પોલીસે શાકીરના પરિવારનો સંપર્ક કર્યો. આ દરમિયાન તેના પિતા મંજૂર અહેમદ વાગેએ કહ્યું હતું કે લાશની ઓળખ કર્યા બાદ જાણવા મળ્યું કે તે તેનો પુત્ર શાકિર હતો. જે એક વર્ષ પહેલા ગુમ થયો હતો.
શાકિરના પિતા મંજૂર અહેમદે કહ્યું હતું કે, મારો પુત્ર સૈનિક હતો. હું આતંકવાદીઓને કહેવા માંગુ છું કે તેનો મૃતદેહ અમને સોંપે. અપહરણના દિવસે શાકિર બાલાપોરા કેમ્પમાં તૈનાત હતો. ઓફિશિયલ મેઈલ પછી તેને કેમ્પ છોડવાની પરવાનગી મળી અને તે પોતાની કારમાં ઘરે જવા રવાના થયો. પરિવારને ફોન કર્યો અને કહેવામાં આવ્યું કે તેને આવતા એક કલાક લાગશે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
