<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

GSTનો ૧૨ ટકાનો ટેક્ષ સ્‍લેબ સમાપ્‍ત કરવા તૈયારી

જીએસટીનો ૧૨ ટકાનો સ્‍લેબ દુર કરવા માટે કેટલીક ચીજોને ૫ ટકામાં અને કેટલીકને ૧૮ ટકાના સ્‍લેબમાં નાખી દેવાશે : ૧૨ ટકાનો ટેક્ષ સ્‍લેબ દુર થયે જીએસટીના માત્ર ૩ સ્‍લેબ રહેશે : હાલ ૪ ટેક્ષ સ્‍લેબ છે : ૧ સ્‍લેબ દુર કરવાથી બિઝનેસ પર કોમ્‍પ્‍લાયન્‍સનો બોજો થયો

નવી દિલ્‍હી, તા.૯: કેટલીક વસ્‍તુઓના જીએસટી દરમાં ફેરફાર જોવા મળી શકે છે. GST પર પ્રધાનોનું જૂથ ધીમે ધીમે ૧૨્રુ ના સ્‍લેબને નાબૂદ કરવા માટે કેટલીક વસ્‍તુઓને ૫્રુ અને કેટલીક વસ્‍તુઓને ૧૮% સ્‍લેબમાં મૂકી શકે છે. તેનો ઉદ્દેશ્‍ય કર માળખાને સરળ બનાવવા અને વ્‍યવસાયો માટે કર અનુપાલન ઘટાડવાનો છે. આ મુદ્દા સાથે જોડાયેલા લોકોએ મનીકંટ્રોલને આ વાત જણાવી. ૧૨ ટકાના સ્‍લેબમાંથી આઇટમ હટાવ્‍યા બાદ આ સ્‍લેબ નાબૂદ કરવામાં આવ્‍યો. ત્‍યારબાદ ચારને બદલે GSTના માત્ર ત્રણ સ્‍લેબ હશે - ૫ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા.

આ બાબતની જાણકાર વ્‍યક્‍તિએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્‍લેબને મર્જ કરવાને બદલે આ બીજો વિકલ્‍પ હોઈ શકે છે. બંને સ્‍લેબને મર્જ કરવાની દરખાસ્‍ત ઘણા સમયથી વિચારણા હેઠળ છે. અન્‍ય એકસ્ત્રોતે જણાવ્‍યું હતું કે ૧૨ ટકા સ્‍લેબનું અસ્‍તિત્‍વ બંધ થવાની ધારણા છે. જીએસટી સિસ્‍ટમ લાગુ થયાને ૭ વર્ષ થઈ ગયા છે. આવી સ્‍થિતિમાં જીએસટી કાઉન્‍સિલ પર સ્‍લેબને તર્કસંગત બનાવવાનું દબાણ વધ્‍યું છે.

નિષ્‍ણાતો કહે છે કે GST સિસ્‍ટમને સરળ બનાવવા અને સ્‍લેબની સંખ્‍યા ઘટાડવાથી વ્‍યવસાયો પર અનુપાલનનો બોજ ઘટશે. કન્‍સલ્‍ટન્‍સી ફર્મ મોર સિંઘીના એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર રજત મોહને જણાવ્‍યું હતું કે ૧૨ ટકાના સ્‍લેબમાં આવતી વસ્‍તુઓને ૫ ટકા અથવા ૧૮ ટકાના સ્‍લેબમાં મૂકવાથી ૧૨ ટકાના સ્‍લેબની જરૂરિયાત ખતમ થઈ જશે. ટેક્‍સ માળખાને સરળ બનાવવાની દિશામાં આ એક મોટું પગલું હોઈ શકે છે.

મંત્રી સમૂહ આ મહિને રિપોર્ટ સુપરત કરી શકે છે

બિહારના નાયબ મુખ્‍ય પ્રધાન સમ્રાટ ચૌધરી GST દરોને સરળ બનાવવા માટે રચાયેલા પ્રધાનોના જૂથના અધ્‍યક્ષ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ જૂથ આ મહિને તેનો અહેવાલ રજૂ કરશે. આ પછી આગામી મહિને થનારી ઞ્‍લ્‍વ્‍ કાઉન્‍સિલની બેઠકમાં આ રિપોર્ટ પર વિચાર કરવામાં આવી શકે છે. ઉપરોક્‍ત માહિતી આપતા સૂત્રએ જણાવ્‍યું હતું કે ૧૨ ટકાના સ્‍લેબમાંથી વસ્‍તુઓને દૂર કરવાના પ્રસ્‍તાવ પર કામ ચાલી રહ્યું છે. પરંતુ આમાં સમય લાગશે, કારણ કે રાજ્‍યો આવક પર તેની અસરને સમજ્‍યા પછી જ તેમની સંમતિ આપશે.

(10:42 AM IST)