તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
૬ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ જેટલા નકલી નવરાત્રિ-પાસ બનાવનારા ૬ કોલેજિયન પકડાયા

મુંબઈ, તા.૯: મુંબઈના બોરીવલી વિસ્તારમાં ચીકુવાડીમાં આયોજિત જાણીતી ગાયિકા ભૂમિ ત્રિવેદીની નવરાત્રિમાં રાસગરબા માણવા માગતા લોકોને નકલી સીઝન-પાસ બનાવીને પધરાવવાના મામલામાં બોરીવલી પોલીસે ફરિયાદ નોંધીને છ કૉલેજિયનની ગઈ કાલે ધરપકડ કરી હતી. બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતના જણાવ્યા મુજબ ‘બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડીના ગ્રાઉન્ડમાં રાયગડ પ્રતિષ્ઠાન દ્વારા રંગરાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોપી કૉલેજિયનોએ નવરાત્રિમાં રૂપિયા કમાવા માટે છ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ બોગસ સીઝન-પાસ બનાવ્યા હોવાનું સોમવારે જાણવા મળ્યું હતું. બોગસ પાસ લઈને પ્રવેશ કરવા જનારા બે લોકોના પાસ નકલી હોવાનું જણાતાં સિકયૉરિટી ગાર્ડે આ બન્નેને તાબામાં લીધા હતા અને બોરીવલી પોલીસને સોંપ્યા હતા. પોલીસની તપાસમાં જણાયું હતું કે નકલી પાસ બનાવનારાની એક ટોળકી છે, જેમાં તેમણે અસલી પાસની ૬૦૦ કલર ઝેરોક્સ કાઢી હતી અને એ વેચવાનો પ્રયાસ કર્યો હતો. આથી બાદમાં બીજા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તેમની પાસેથી ૬૦૦ પાસ મળી આવ્યા હતા
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
