તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
આલેલે !! આજની તારીખે ભારત ખોટું નથી : પ્રધાનમંત્રી ખોટા છે !! ભાગેડુ ઝાકીર નાઇકને ભીંસ આવતા ડાહી ડમરી વાતો કરી !

નવી દિલ્હી તા. ૯ : ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયેલા ઈસ્લામિક વિદ્વાન ઝાકિર નાઈક હાલ પાકિસ્તાનમાં છે, જયાં તેઓ રાજયના અતિથિ તરીકે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. તેમણે તેમની ધરતી પર તેમની સામે પડોશી દેશની એરલાઈન્સની આકરી ટીકા કરી. તેણે કહ્યું કે તે પાકિસ્તાન સરકારના આમંત્રણ પર મહેમાન તરીકે આવ્યો હતો, તેમ છતાં એરલાઈન્સે તેના સામાનના પૈસા વસૂલ કર્યા. જો તે ભારતમાં રોકાયો હોત તો ત્યાંની એરલાઇન કંપનીએ તેનું નામ સાંભળીને જ લગેજ ફી માફ કરી દીધી હોત.
પોતાની સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા ઝાકિર નાઈકે કહ્યું કે હું એરપોર્ટ પર હતો. મારી પાસે હજારો કિલો સામાન હતો. મને એરપોર્ટ પર રોકવામાં આવ્યો. મેં પાકિસ્તાન એરલાઈન્સના સીઈઓથી લઈને કન્ટ્રી મેનેજર અને એરપોર્ટ મેનેજર સુધીના અધિકારીઓ સાથે વાત કરી. તેણે કહ્યું કે તે મારા માટે કંઈ પણ કરશે. મેં કહ્યું કે અમે કુલ ૬ જણા જઈ રહ્યા છીએ. અમારી પાસે ૫૦૦-૬૦૦ કિલો વધુ માલ હતો. તેના પર એરપોર્ટ અધિકારીઓએ કહ્યું કે કોઈ સમસ્યા નથી, અમે ૫૦ ટકા ભાડું માફ કરીશું. મેં કહ્યું કે જો હું ૫૦ ટકા ડિસ્કાઉન્ટના બદલામાં ૪ લોકોને લાવીશ તો તે સસ્તું થશે. આપવી હોય તો મફતમાં કરો, નહીં તો પૂરી રકમ લો. એમ કહીને મેં તેની ઓફર ફગાવી દીધી.
જયારે ઝાકિર નાઈક પાકિસ્તાનનો પર્દાફાશ કરી રહ્યો હતો ત્યારે તેના નિવેદન સાથે જોડાયેલી વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને @__phoenix_fire_ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. ક્લિપમાં ઝાકિર કહી રહ્યો છે કે મારા પાસપોર્ટ પર સ્ટેટ ગેસ્ટ લખેલું હતું. આમ છતાં મારી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માટે ૧ કિલો વજન દીઠ ૧૧૦ રિંગિટ (૨૩૧૦ રૂપિયા) છે. મને આ વાતનું ખૂબ જ દુઃખ થયું. જો હું ભારતમાં રહેતો હોત તો ત્યાંના કોઈપણ હિન્દુએ કહ્યું હોત કે તે ઝાકિર નાઈક છે. તે ગમે તે કહે, તે સાચું કહેશે અને સત્ય સિવાય બીજું કશું કહેશે નહીં.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
