તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
લેબનોન પર ઇઝરાયેલે છોડી મિસાઈલો: હિઝબુલ્લાહના 6 ટોચના કમાન્ડરો સહિત 50 આતંકવાદીઓ માર્યા ગયા
આઈડીએફએ હિઝબુલ્લાહના દક્ષિણી મોરચા પરના સ્થાનોને પણ નિશાન બનાવ્યા: હિઝબુલ્લાહના અઝીઝ યુનિટના 50 અને નાસીર યુનિટના 30 ઠેકાણાઓને પણ નષ્ટ કરાયા

નવી દિલ્હી : હિઝબુલ્લાહના હુમલા બાદ ઇઝરાયેલ લેબનોન સામે સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના સ્થાનો પર સેંકડો મિસાઇલો છોડી છે. IDFએ કહ્યું કે લેબનોનમાં આ હુમલામાં 50 હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર આ ભીષણ ઈઝરાયેલ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના છ ટોચના કમાન્ડરો પણ માર્યા ગયા હતા. અહેમદ હસન નઝાલ જે બિન્ત જબીલ વિસ્તારનો પ્રભારી હતો અને ઈઝરાયલ પર હુમલા કરી રહ્યો હતો, તે પણ હુમલામાં માર્યો ગયો. હુમલામાં ગજર સેક્ટરના પ્રભારી હસીન તલાલ કમાલ, મુસા દિવ બરકત, મહમૂદ મુસા કાર્નિવ અને બિન્ત જબેલ સેક્ટર આર્ટિલરી ઈન્ચાર્જ અહેમદ ઈસ્માઈલ અને અબ્દુલ્લા અલી ડિકિક પણ માર્યા ગયા હતા.
આઈડીએફએ હિઝબુલ્લાહના દક્ષિણી મોરચા પરના સ્થાનોને પણ નિશાન બનાવ્યા હતા. જ્યાં તેમણે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૂગર્ભ મુખ્ય મથક જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત હિઝબુલ્લાહના અઝીઝ યુનિટના 50 અને નાસીર યુનિટના 30 ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા હતા.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
