તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
ભિલોડામાં બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી
ચકચારી ઘટનાને પગલે જિલ્લા DySP સહિત SOG, LCBની ટીમ સ્થળ પર દોડી:આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

ભિલોડાના રામપુરી ગામે બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસની ટીમ દોડી આવી હતી. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
સોમવારની રાત્રે ભિલોડા તાલુકાના રામપુરી ગામે રહેતા એક પરિવારની મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ રાત્રીના અરસામાં ઘરના ફળીયામાં સૂઈ રહેલી બે બાળકોની માતાને ગોળી ધરબી દેતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ ચકચારી ઘટનાને પગલે જિલ્લા DySP સહિત SOG, LCBની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મહિલાની પાસે સુતેલા બે બાળકો જાગી ઉઠ્યા હતા અને તરત લાઈટ ચાલુ કરતાં આરોપી રાજેન્દ્ર તર્બીયાર બંદૂક હાથમાં લઈ ઉભો હતો. ધડાકાને પગલે આસપાસના લોકો પણ જાગી ઉઠ્યા હતા અને મહિલાને ભિલોડા કોટજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જયાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સંહિતા, હથિયાર ધારા તેમજ જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
45 વર્ષીય મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી રાજેશ ઉર્ફે રાજેન્દ્ર તબીયાર વારંવાર હેરાન પરેશાન કરતો હતો. તું તો ડાકણ છે અને તને તો મારી નાખવાની છે તેમ કહી ત્રાસ આપતા આ આરોપી વિરૂધ્ધ આ પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
