તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
હરિયાણામાં જલેબી રાહુલની, સ્વાદ ચાખ્યો ભાજપે!
રાજ્યમાં ભાજપનો સફળતા દર ૬૧ ટકાઃ દરેક વર્ગમાં ભાજપે કોંગ્રેસ કરતા વધુ બેઠકો જીતી

નવી દિલ્હી,તા. ૯: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણાના પરિણામોનો પડઘો દૂર દૂર સુધી જશે, જયાં શરૂઆતના વલણોમાં કોંગ્રેસના મનમાં લાડુ તો ફૂટ્યા પરંતુ પરિણામોમાં જીતની જલેબીનો સ્વાદ ભાજપે ચાખ્યો. હરિયાણાના જનાદેશે બતાવી દીધું કે લોકસભા ચૂંટણી બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોનો વિશ્વાસ પીએમ મોદી પર જળવાઈ રહ્યો છે.
સૈનિકો, ખેડૂતો, કુસ્તીબાજો અને બંધારણ એમ ચાર મુખ્ય મુદ્દાઓ પર પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જલેબી ચાખી, પરંતુ સ્વાદ ભાજપને આવ્યો. હરિયાણાના ૫૭ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કોઈ પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે અને એ છે ભાજપ. સત્તામાં રહીને રાજયોમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાના મામલે ભાજપ અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. જયાં ભાજપનો સક્સેસ રેટ ૬૧% છે, એટલે કે જનતાનો સતત વિશ્વાસ જીતવામાં પણ પીએમ મોદી આગળ છે. દર ચારમાંથી એક વોટની તાકાત ધરાવતા જાત સમાજના બળ પર કોંગ્રેસ જીતનો વિચાર કરતી રહી, દ્યપરંતુ પરિણામો અલગ જ આવ્યા.
જાટલેન્ડમાં કોંગ્રેસની ત્રણ બેઠકો ઘટી ગઈ અને ભાજપની ત્રણ બેઠકો વધી ગઈ.લોકસભાની ચૂંટણીની જેમ, રાહુલ ગાંધી હરિયાણામાં પણ પ્રચાર દરમિયાન બંધારણ અને જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો હાથમાં લઈને ફર્યા. પછાત વર્ગની વાત કરી, પરંતુ અહીં પણ કોંગ્રેસ કરતાં ભાજપને વધુ ફાયદો થયો. ભાજપે ગયા વખત કરતાં ત્રણ વધુ દલિત અનામત બેઠકો જીતી છે. જો કે, કોંગ્રેસને ૨૦૧૯ કરતા ૨ વધુ સીટો મળી. ઉચ્ચ જ્ઞાતિ હોય, ઓબીસી હોય કે દલિત... દરેક વર્ગમાં ભાજપે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો મેળવી છે. કોંગ્રેસ પાસેથી ૧૪ બેઠકો છીનવાઈ છે, જયારે જેજેપીની ૪ અને અપક્ષની ૪ બેઠકો છીનવાઈ છે. અહીં પણ જનતાને કોંગ્રેસ કરતાં વધુ વિશ્વાસ ભાજપ અને મોદીના નામ પર હતો.
રાજયોમાં સત્તામાં રહીને કોંગ્રેસે પોતે ૪૦ વખત વિધાનસભા ચૂંટણીનો સામનો કર્યો અને તેમાંથી માત્ર ૭ જ જીતી શકી. કોંગ્રેસનો સફળતાનો દર માત્ર ૧૮ ટકા રહ્યો, ભાજપ માટે આ આંકડો ૪૦માંથી ૨૨ વાર છે, જે ૫૫ ટકાનો સફળતાનો દર છે. પ્રાદેશિક પક્ષોનું પ્રદર્શન કોંગ્રેસ કરતાં સારું રહ્યું છે, કારણ કે સત્તામાં રહીને પ્રાદેશિક પક્ષોએ ૩૬ માંથી ૧૮ વખત જીત મેળવી છે, તેમનો સફળતાનો દર ૫૦ ટકા રહ્યો છે, તેથી જ એવો દાવો કરવામાં આવે છે કે જનતા પાસે સરકાર ચલાવવા માટે ભાજપ પસંદગીનો પક્ષ બની રહ્યો છે, તેવી જ રીતે સતત બે વખત સત્તામાં રહીને ત્રીજી વખત ચૂંટણી જીતવામાં કોંગ્રેસનો સફળતાનો દર માત્ર ૧૪ ટકા છે, જયારે ભાજપનો ૬૧ ટકા અને પ્રાદેશિક પક્ષોનો ૬૦ ટકા છે.
હરિયાણામાં દલિત મતો માટે ભાજપે સંપૂર્ણપણે અલગ વ્યૂહરચના અપનાવી હતી. આને બિહારના મહાદલિત જેવું સૂત્ર કહી શકાય. હરિયાણામાં કુલ દલિત મત ૨૨.૫૦% છે, જો તેને બે ભાગમાં વહેંચીએ, તો ૮.૫૦ ટકા મત દલિતોમાં થોડી મજબૂત જાતિના છે, બાકીના ૧૪ ટકા મત વંચિત દલિત જાતિના છે. ભાજપે તેમને વંચિત અનુસૂચિત જાતિ તરીકે નામ આપવાની ઘણી જાહેરાતો કરી છે.
હરિયાણામાં દલિતો માટે આરક્ષિત ૧૭ બેઠકોમાંથી ભાજપે ૯ વંચિત દલિતોને ટિકિટ આપી. અન્ય આઠ અનુસૂચિત જાતિને. એવો દાવો કરવામાં આવે છે કે ૮.૫૦ ટકા અન્ય દલિત મતો તમામ પક્ષોમાં વહેંચાઇ ગયા, પરંતુ ભાજપને ૧૪ ટકા વંચિત દલિતોનો મોટો હિસ્સો મળ્યો. આથી ભાજપને ગત વખતની સરખામણીમાં અનામત બેઠકો પર કોંગ્રેસ કરતાં વધુ ફાયદો થયો.
દેશના ઘણા રાજ્યોમાં કોંગ્રેસ માટે નો-એન્ટ્રીના બોર્ડ લાગ્યાઃ નરેન્દ્રભાઇ
વડાપ્રધાન મોદીએ બીજેપી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરવા દરમિયાન કહ્યું કે દેશના ઘણા રાજયોમાં કોંગ્રેસ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગી ચુક્યા છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર ચૂંટાય કે હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને અન્ય રાજયોમાં ભાજપની સતત જીત, ભાજપની કામગીરીની રાજનીતિ પર જનતાનો વિશ્વાસ વધ્યો છે.
ભાજપ-કોંગ્રેસની ૧૦ વર્ષમાં હારજીત
કોંગ્રેસ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ ની વચ્ચે ૬૨ માંથી ૪૭ વિધાનસભા ચૂંટણીઓ હારી ચુકી છે, આ ઉપરાંત સતત ત્રણ લોકસભા ચૂંટણી પણ કોંગ્રેસ હારી ચુકી છે. સાથે જ ૨૦૧૧ પછી એટલે કે છેલ્લા ૧૩ વર્ષમાં કોંગ્રેસ એક પણ રાજયમાં સત્તામાં રહીને પ્રો-ઇન્કંબેસી સાથે સત્તામાં પાછી ફરી નથી. ઉપરાંત જો કોઈ રાજયમાં અન્ય પાર્ટીના શાસન સામે સત્તા વિરોધી લહેર ઉભી થઈ, તો કોંગ્રેસને વિકલ્પ તરીકે જીતવાની તક મળી છે. પોતાના દમ પર કોંગ્રેસ ફરીથી જીત મેળવી શકી નથી.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
