તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
મહેબૂબા મુફતીની તેજતર્રાર પુત્રીનો તેનાજ ગઢ મનાતા વિસ્તારમાં પરાજયઃ તો બીજબેહરામાં ઓમરનો પ્રચંડ વિજય

જમ્મુ તા. ૯: કાશ્મીરમાં ચુંટણીના અજબરંગ છે. જયારે વંશવાદની વાત આવે છે તો તેમાં પણ કાશ્મીરીઓ પરખ કરીને નિર્ણય લે છે. એ વિધાનસભા ચુંટણીમાં પણ જોવા મળ્યું છે. લોકસભા ચુંટણીમાં કાશ્મીરી મતદારોએ ઉંમર અબ્દુલ્લાને નકાર્યા હતા તો આ વખતે તેમણે મહબૂબા મુફતીની પુત્રી ઇલ્તીઝાને નકારી છે.
નેશનલ કોન્ફરન્સે બડગામમાં પોતાનું ખાતું ખોલ્યું છે. ઉંમર અબ્દુલ્લાએ પીડીપીના આગા સૈયદ મુંતઝીરને હરાવીને જીત મેળવી છે. ચુંટણી પંચના આંકડા અનુસાર, ઉંમર અબ્દુલ્લા ૩૬૦૧૦ મત સાથે આ બેઠક પર વીજયી થયા છે, જયારે મુંતઝીરને ૧૭પરપ મત મળ્યા છે.
પણ કાશ્મીરી મતદારોએ પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીની તેજતર્રાર પુત્રી ઇલ્તીઝા મુફતી, જે શ્રી ગુફવારા-બિજબેહરા બેઠક પર ઉમેદવાર હતી, તેમને નકારી દીધા છે. ચુંટણી પરિણામ જાહેર થયા પહેલાં જ તેણે હાર સ્વીકારી લીધી હતી. આ બેઠક પર નેશનલ કોન્ફરન્સના બશીર અહમદ શાહ લીરીએ ૩૩ર૯૯ મતો મેળવ્યા હતા અને ઇલ્તીઝાને ૯૭૭૦ મતોથી હરાવ્યા હતા.
ઉલ્લેખનિય વાત એ છે કે બિજબિહાડા બેઠકને પીડીપીનો ગઢ માનવામાં આવે છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
