તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
હરિયાણામાં જીતના વાવાઝોડા બાદ સીએમ માટે ભાજપનું મંથનઃ સૈની બની શકે છે પ્રથમ પસંદ
દલિત-યાદવમાંથી ડેપ્યુટી સીએમ બની શકે : અનિલ વિજની જવાબદારી ઉપર સૌની નજર

હિસાર,તા. ૯: હરિયાણામાં ભાજપે ૯૦જ્રાક્રત્નદ્મક ૪૮ બેઠકો સાથે ત્રીજી વખત બહુમતી મેળવીને સૌને ચોંકાવી દીધા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સાથે તમામની નજર આગામી સરકારની રચના પર ટકેલી છે. રાજયમાં આગામી સરકાર એક કે બે નાયબ મુખ્યમંત્રી સાથે વર્તમાન મુખ્યમંત્રી નાયબ સૈનીના નેતૃત્વમાં બની શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી દિવસોમાં સરકાર ગઠન કરવામાં આવશે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઔપચારિક પસંદગી કરવા માટે હરિયાણામાં ધારાસભ્યો સાથે મુલાકાત કરવા નિરીક્ષકો મોકલશે.
નાયબ સૈનીને ફરી એકવાર રાજયની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય એક કે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થઈ શકે છે, જેમાં એક અહિરવાલ પ્રદેશમાંથી અને એક દલિત સમુદાયમાંથી હોવાની શક્યતા છે. મહિપાલ ધાંડા અને શ્રુતિ ચૌધરી મંત્રી પદના દાવેદાર પણ બની શકે છે. જો કે, અંતિમ નિર્ણય કેન્દ્રિય નેતૃત્વ દ્વારા જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નાયબ સિંહ સૈની જીટી રોડ પર સ્થિત લાડવા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે યાદવ પ્રભુત્વ ધરાવતા અહિરવાલ વિસ્તારમાંથી નાયબ મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. અહિરવાલ પ્રદેશમાં ભાજપનો ગઢ છે.
બીજી રીતે રાજકીય ગણતરીની વાત કરવામાં આવે તો એક નાયબ મુખ્યમંત્રી દલિત પણ હોય શકે છે. દલિતને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળનું કારણ એ છે કે આ જ્ઞાતિ ફરી ભાજપમાં આવી ગઈ છે. ખાસ કરીને બિનજાટવ દલિતોએ આ વખતે મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યો છે.
ભાજપના પાણીપત ગ્રામીણ સાંસદ મહિપાલ ધાંડા કે જેઓ જાટ છે અને તેમની કારકિર્દી એબીવીપીથી શરૂ કરી છે તેમને મંત્રી પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરનાર અનિલ વિજને ભાજપ કઈ જવાબદારી સોંપે છે કે કેમ તે જોવાનું રહેશે.
જાટ પ્રભુત્વ ધરાવતી ઉચાના કલાન બેઠક પરથી બ્રાહ્મણ દેવેન્દ્ર અત્રી જીત્યા છે. ભાજપે આઝાદી બાદ પ્રથમ વખત આ બેઠક જીતી છે, જેના કારણે અત્રીને મંત્રી પદના મુખ્ય દાવેદાર બનાવવામાં આવ્યા છે. આ બેઠક પર હરિયાણાના બે મોટા રાજકીય પરિવારો દેવીલાલ પરિવાર અને સર છોટુ રામના પરિવાર વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. અત્રીએ બ્રિજેન્દ્ર સિંહને ઓછા અંતરથી હરાવ્યા હતા.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
