<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

હરિયાણા-જમ્‍મુ કાશ્‍મીર બાદ હવે ૪ મહિનામાં ત્રણ રાજ્‍યમાં યોજાશે ચૂંટણી

મહારાષ્‍ટ્ર અને ઝારખંડની એક સાથે યોજાઇ શકે છે ચૂંટણી દિલ્‍હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે : ૬ રાજ્‍યની ૨૮ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે

નવી દિલ્‍હી, તા.૯: હરિયાણા અને જમ્‍મુ કાશ્‍મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જમ્‍મુ કાશ્‍મીરમાં નેશનલ કોન્‍ફરન્‍સ અને કોંગ્રેસનું ગઠબંધન ૧૫ વર્ષ બાદ સરકાર બનાવવા જઇ રહ્યું છે. બીજી તરફ હરિયાણામાં ભાજપે રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં વાપસી કરી છે. હરિયાણાની રચના બાદથી અત્‍યાર સુધી કોઇ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી શકી નથી. હવે ચાર મહિનામાં ત્રણ રાજ્‍યની વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્‍ટ્ર, ઝારખંડ અને દિલ્‍હીમાં ચૂંટણી યોજાશે.

મહારાષ્‍ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્‍બર ૨૦૨૪ અને ઝારખંડનો કાર્યકાળ ૫ જાન્‍યુઆરી ૨૦૨૫માં સમાપ્ત થઇ રહ્યો છે. ચૂંટણી પંચ દશેરા બાદ મહારાષ્‍ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. ૬ રાજ્‍યની ૨૮ બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત પણ સાથે થઇ શકે છે.

મહારાષ્‍ટ્ર વિધાનસભામાં શું છે સ્‍થિતિ ?

મહારાષ્‍ટ્રમાં વિધાનસભાની કૂલ ૨૮૮ બેઠક છે. બહુમત માટે ૧૪૫ બેઠકની જરૂર પડે છે. સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે ૨૦૧ બેઠક છે. ભાજપ પાસે સૌથી વધુ ૧૦૩, શિવસેના ૩૭, NCP ૩૯, નાના પક્ષ ૯ અને અપક્ષના ૧૩ ધારાસભ્‍યોનું સમર્થન છે.

બીજી તરફ મહાવિકાસ અઘાડી પાસે કૂલ ૬૭ બેઠક છે. જેમાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) પાસે ૩૭-૩૭ બેઠક છે. જ્‍યારે શરદ પવારની ફઘ્‍ભ્‍ પાસે ૧૩ બેઠક, શેકાપ પાસે ૧ અને એક સ્‍વતંત્ર પાર્ટીનું સમર્થન છે.

અન્‍ય પાર્ટીમાં MIMના ૨, સમાજવાદી પાર્ટીના ૨ અને CPI (M)ના એક ધારાસભ્‍ય છે.

લોકસભામાં કેવું રહ્યું પ્રદર્શન

૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં મહારાષ્‍ટ્રની ૪૮ બેઠકમાંથી INDIA ગઠબંધનને ૩૦ અને NDAને ૧૭ બેઠક મળી હતી. જેમાંથી ભાજપને ૯, શિવસેનાને ૭ અને ફઘ્‍ભ્‍એ માત્ર એક બેઠક જીતી હતી. ભાજપને ૨૩ બેઠકનું નુકસાન થયું હતું. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં NDAને ૪૧ બેઠક મળી હતી.

ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ ૫ જાન્‍યુઆરીએ પૂર્ણ થશે

ઝારખંડ વિધાનસભામાં કૂલ ૮૧ બેઠક છે જેમાંથી બહુમત માટે ૪૧ બેઠકની જરૂર પડે છે.સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે કૂલ ૪૭ બેઠક છે. જેમાંથી JMM ૨૭, કોંગ્રેસ ૧૮, RJD 1 અને CPI (M) પાસે ૧ બેઠક છે.

NDA ગઠબંધન પાસે ૨૮ બેઠક છે જેમાંથી ભાજપ પાસે ૨૪, આજસુ ૩ અને NCP (AP)ની એક બેઠક છે.

અન્‍ય પાર્ટીમાં અપક્ષના ૨ જ્‍યારે અન્‍ય પાર્ટીના ૪ ધારાસભ્‍ય છે.

ઝારખંડમાં મહાગઠબંધન એટલે કે ઝારખંડ મુક્‍તિ મોર્ચા (JMM)ના નેતળત્ત્વ ધરાવતી સરકાર છે. જેમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી સામેલ છે.ભાજપે ઝારખંડમાં સરકાર બનાવવા માટે સંથાલ પરગણા અને કોલ્‍હાન -મંડળની ૩૨ બેઠક પર ફોકસ કરવું પડશે.

સંથાલ પરગણાની ૧૮ વિધાનસભા બેઠકમાંથી માત્ર ત્રણ બેઠક અત્‍યારે ભાજપ પાસે છે. ગત ચૂંટણીમાં કોલ્‍હાન -મંડળની ૧૪ વિધાનસભા બેઠક પર ભાજપનું ખાતું પણ ખુલ્‍યું નહતું. જમશેદપુર પૂર્વના તત્‍કાલીન મુખ્‍યમંત્રી રઘુવર દાસે પણ હારનો સામનો કરવો પડ્‍યો હતો.

જાન્‍યુઆરીમાં ભ્રષ્ટાચારના કેસમાં CM પદેથી રાજીનામું આપીને હેમંત સોરેને જેલમાં જવું પડ્‍યું હતું. જોકે, જામીન મળ્‍યા બાદ તે જેલમાંથી બહાર આવ્‍યા હતા અને ચંપઇ સોરેન પાસેથી ૧૫૬ દિવસમાં CMનું પદ પરત લઇ લીધુ હતુ. તે બાદ ચંપઇ સોરેન ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ઝારખંડ આંદોલનમાં શિબુ સોરેનના સાથી રહેલા ચંપઇને કોલ્‍હાન ટાઇગર પણ કહેવામાં આવે છે.

આગામી સમયમાં ૬ રાજ્‍યની ૨૮ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઇ શકે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૦, રાજસ્‍થાનમાં ૬, પંજાબમાં ૫, બિહારમાં ૪, મધ્‍ય પ્રદેશમાં ૨ અને છત્તીસગઢમાં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાંથી પંજાબ છોડીને તમામ જગ્‍યાએ ભાજપ સત્તામાં છે.

દિલ્‍હીમાં પણ આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્‍હીમાં વિધાનસભાની ૭૦ બેઠક છે અને બહુમત માટે ૩૬ બેઠક જરૂરી છે. દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપ પાસે ૫૯ ધારાસભ્‍ય છે. જ્‍યારે ભાજપ પાસે ૭ અને ખાલી બેઠક ૪ છે.

દિલ્‍હીમાં ૧૦ વર્ષથી AAP સત્તામાં

દિલ્‍હી વિધાનસભાનો કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫માં સમાપ્ત થશે. દિલ્‍હીમાં ૧૦ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે નવેમ્‍બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે.

લીકર નીતિ કૌભાંડમાં ૧૩ સપ્‍ટેમ્‍બરે જામીન મળ્‍યા બાદ ૧૭ સપ્‍ટેમ્‍બરે કેજરીવાલે દિલ્‍હીના મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપ્‍યું હતું. અહીં મજબૂત કિલ્લાને ભેદવો ભાજપ માટે મુશ્‍કેલ છે કારણ કે છેલ્લી બે ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ લગભગ ક્‍લીનસ્‍વીપ કર્યું હતું.

દિલ્‍હીમાં ૧૦ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાને કારણે AAP અને ભાજપ વચ્‍ચે LG દ્વારા વિવાદ થતો રહે છે.

(3:08 PM IST)