<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

આરબીઆઈના નિર્ણય બાદ શેરબજારમાં ઉછાળો

રોકાણકારોના ખિસ્‍સામાં રૂ.૫.૬૬ લાખ કરોડ આવ્‍યા ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્‍સેક્‍સમાં ૬૮૪.૪ પોઈન્‍ટનો વધારો જોવા મળ્‍યો છે : જેના કારણે સેન્‍સેક્‍સ દિવસની સર્વોચ્‍ચ સપાટી ૮૨,૩૧૯.૨૧ પોઈન્‍ટ પર પહોંચ્‍યો હતો : જો કે બપોરે ૨ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૨૬૨ પોઈન્‍ટના ઉછાળા સાથે ૮૧,૯૨૪.૯૭ પોઈન્‍ટ પર ટ્રેડ કરી રહ્યો છે

મુંબઇ, તા.૯: સમગ્ર દેશને ચોંકાવી દેતા RBI MPCએ પોતાનું વલણ તટસ્‍થ બનાવ્‍યું છે. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે આવતા વર્ષે ડિસેમ્‍બર અથવા ફેબ્રુઆરી મહિનામાં વ્‍યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે. નિષ્‍ણાતોના મતે ય્‍ગ્‍ત્‍માં ૦.૨૫ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જે બાદ શેરબજારમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્‍સેક્‍સ ૮૨૩૦૦ પોઈન્‍ટને પાર કરી ગયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્‍સેક્‍સમાં ૬૮૪ પોઈન્‍ટનો વધારો જોવા મળ્‍યો છે. બીજી તરફ નિફ્‌ટીમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્‌ટીમાં ૨૦૦ થી વધુ પોઈન્‍ટનો વધારો જોવા મળ્‍યો છે. આ વધારાને કારણે શેરબજારના રોકાણકારોના હાથમાં ૫.૬૬ લાખ કરોડ રૂપિયા આવી ગયા છે.

આરબીઆઈના નિર્ણય બાદ શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્‍યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્‍સેક્‍સમાં ૬૮૪.૪ પોઈન્‍ટનો વધારો જોવા મળ્‍યો છે. જેના કારણે સેન્‍સેક્‍સ દિવસની સર્વોચ્‍ચ સપાટી ૮૨,૩૧૯.૨૧ પોઈન્‍ટ પર પહોંચ્‍યો હતો. જો કે બપોરે ૨ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૨૬૨ પોઈન્‍ટના ઉછાળા સાથે ૮૧,૯૨૪.૯૭ પોઈન્‍ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જના જણાવ્‍યા અનુસાર ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્‌ટીમાં ૨૦૦થી વધુનો વધારો જોવા મળ્‍યો છે. જેના કારણે નિફ્‌ટી ૨૫,૨૩૪.૦૫ પર પહોંચી ગયો છે. બપોરે ૨ વાગ્‍યે નિફ્‌ટી ૧૦૪.૩૦ પોઈન્‍ટના વધારા સાથે ૨૫,૧૧૭.૪૫ પોઈન્‍ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

શેરબજારમાં આવેલી આ તેજીને કારણે રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. રોકાણકારોનો નફો ગ્‍લ્‍ચ્‍ના માર્કેટ કેપ સાથે જોડાયેલો છે. એક દિવસ પહેલા ગ્‍લ્‍ચ્‍નું માર્કેટ કેપ રૂ. ૪,૫૯,૫૦,૯૨૬.૨૧ કરોડ હતું. જે વધીને રૂ. ૪,૬૫,૧૬,૪૭૨.૫૫ કરોડ થયો છે. મતલબ કે શેરબજારના રોકાણકારોને રૂ. ૫,૬૫,૫૪૬.૩૪ કરોડનો ફાયદો થયો છે. એક દિવસ અગાઉ રોકાણકારોએ રૂ.૭.૫૦ લાખ કરોડનો નફો કર્યો હતો. મતલબ કે ગઈકાલથી લઈને અત્‍યાર સુધીમાં રોકાણકારોને લગભગ ૧૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

(4:12 PM IST)