તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 9th October 2024
હરિયાણામાં મતગણતરી પૂરી થયા પછી પણ ભાજપને વધુ 3 ધારાસભ્યો મળ્યા હવે સંખ્યા 51 થઈ : અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા રાજેશ જૂન અને દેવેન્દ્ર કડિયાએ ભાજપને સમર્થન આપ્યું
મતગણતરી પૂર્ણ થયા બાદ પણ ભાજપને બેવડી ખુશી મળી : મતગણતરી પૂરી થયાના બીજા દિવસે બીજેપીને વધુ ત્રણ ધારાસભ્યો મળ્યા

નવી દિલ્હી તા.૯ : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે. 48 બેઠકો જીતનાર ભાજપનો આંકડો હવે 51 પર પહોંચી ગયો છે. ભાજપ પાસે હવે વિધાનસભામાં 51નું સંખ્યાબળ રહેશે. અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા રાજેશ જૂન અને દેવેન્દ્ર કડિયાને ભાજપને સમર્થન આપ્યું છે. હરિયાણા ભાજપના અધ્યક્ષ મોહન લાલ બડોલીએ ધારાસભ્યોનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે જંગી જીત સાથે 48 બેઠકો કબજે કરી છે. મતગણતરી પૂર્ણ થયા બાદ પણ ભાજપને બેવડી ખુશી મળી છે. મતગણતરી પૂરી થયાના બીજા દિવસે બીજેપીને વધુ ત્રણ ધારાસભ્યો મળ્યા. સાવિત્રી જિંદાલ, રાજેશ જૂન અને દેવેન્દ્ર કડિયાન ભાજપમાં જોડાયા છે.
સાવિત્રી જિંદાલે હિસાર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને શાનદાર જીત નોંધાવી છે. ચૂંટણી જીત્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ રાજેશ જૂને બહાદુરગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને શાનદાર જીત નોંધાવી છે. તેમણે ભાજપના ઉમેદવાર દિનેશ કૌશિકને હરાવ્યા હતા. દેવેન્દ્ર કડિયાને ગન્નૌર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને શાનદાર જીત નોંધાવી છે. તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ શર્માને હરાવ્યા છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
