તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
અમેરિકામાં સદીનું સૌથી મોટું વાવાઝોડું ત્રાટકશેઃ ફલોરિડામાં હરીકેન મિલ્ટનની ચેતવણીઃ ૫ લાખ લોકોનું સ્થળાંતર
નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી ૫માં રાખ્યું: ૨૮૫ કિમીની ઝડપે આગળ વધે છે

નવી દિલ્હી તા. ૯ :.. અમેરિકામાં ૧૦ દિવસમાં બીજી વખત મોટું વાવાઝોડું ત્રાટકવાનું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ફલોરિડામાં હરિકેન મિલ્ટનને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ હરિકેન સેન્ટરે તેને સૌથી વિનાશક વાવાઝોડાની કેટેગરી ૫માં રાખ્યું છે. આ કેટેગરીમાં જાન-માલનું મોટું નુકસાન થવાનું જોખમ છે. મિલ્ટન બુધવારે ફલોરિડાના ગીચ વસ્તીવાળા વિસ્તાર શ્નટેમ્પા બેઙ્ખને ટક્કર મારી શકે છે. હવે તે ટેમ્પાથી ૧૦૦૦ કિમી દૂર છે. ટેમ્પાની વસ્તી ૩ મિલિયનથી વધુ છે. ટેમ્પા ખાડી સુધી પહોંચતાં વાવાઝોડું નબળું પડવાની ધારણા છે. આ પછી તે મધ્ય ફલોરિડાથી એટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધશે.
હરિકેન મિલ્ટન હાલમાં મેક્સિકોના અખાતમાંથી પસાર થઈ રહ્યું છે. સોમવારે રાત્રે વાવાઝોડાની ઝડપ લગભગ ૨૮૫ કિમી પ્રતિ કલાકની હતી. તે ફલોરિડા રાજ્ય તરફ ઙ્કયાણ કરે છે. તોફાનના કારણે ફલોરિડાની ૬૭ કાઉન્ટીઓમાંથી ૫૧માં ઈમરજન્સી એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
ફલોરિડામાં દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ પહેલા અમેરિકામાં હેલેન વાવાઝોડું ત્રાટકયું હતું. આમાં ઓછામાં ઓછા ૨૨૫ લોકોના મોત થયા હતા.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
