તા. ૧૨ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૪ શુક્રવાર
News of Wednesday, 9th October 2024
શેરબજારમા નાના અને મધ્યમ શેરોએ મોટો નફો કર્યો : સંપત્તિમાં એક જ ઝાટકે ₹3 લાખ કરોડનો વધારો : સેન્સેક્સ અને નિફ્ટી 9 ઓક્ટોબર, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં 1% કરતા વધુનો ઘટાડો થતાં બંને સૂચકાંકો છેલ્લા કલાકમાં લાલ રંગમાં સરકી ગયા : એફએમસીજી અને એનર્જી શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી

નવી દિલ્હી તા.૯ :આજે શેર બજાર: સેન્સેક્સ અને નિફ્ટી 9 ઓક્ટોબર, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા છે. જોકે, બ્રોડર માર્કેટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકો 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. જેના કારણે આજે BSE રોકાણકારોની સંપત્તિમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બેન્કિંગ, આઈટી અને ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
આજે શેર બજાર: સેન્સેક્સ અને નિફ્ટી 9 ઓક્ટોબર, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા છે. રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં 1% કરતા વધુનો ઘટાડો થતાં બંને સૂચકાંકો છેલ્લા કલાકમાં લાલ રંગમાં સરકી ગયા હતા. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્ણયને કારણે લગભગ આખો દિવસ બજારમાં તેજી રહી હતી. RBIએ રેપો રેટને સ્થિર રાખીને વધુ રેટ કટના સંકેત આપ્યા છે. જોકે, બ્રોડર ) માર્કેટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ બંને સૂચકાંકો 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. બેન્કિંગ, આઈટી અને ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે આજે BSE રોકાણકારોની સંપત્તિમાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જો કે બીજી તરફ એફએમસીજી અને એનર્જી શેરોમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.
ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 167.71 પોઈન્ટ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 81.467.10 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈના 50 શેરનો ઈન્ડેક્સ નિફટી 31.20 પોઈન્ટ અથવા 0.12 ટકા ઘટીને 24,981.95 ના સ્તર પર બંધ થયો હતો.રોકાણકારોએ ₹2.97 લાખ કરોડની કમાણી કરી હતી
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 9 ઓક્ટોબરના રોજ વધીને સ. 462.47 લાખ કરોડ થઈ છે. જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર 8 ઓક્ટોબર એ 459.50 લાખ કરોડ હતી. આ રીતે. BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ.2.97 લાખ કરોડની વધારો થથી છે. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારીની સંપત્તિમાં લગભગ રૂ.2.97લાખ કરોડનો વધારો થયો છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
