<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

મસુરીમાં ચામાં થૂંક નાંખી વેચતા યુવકનો પર્દાફાશ : પોલીસે બે યુવકો વિરુદ્ધ FIR નોંધી: જુઓ વિડિઓ

પ્રવાસી યુવકે ચા વેંચનારને કહ્યું તો તે પ્રવાસી યુવકને અપશબ્દો કહેવા લાગ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવા લાગ્યા

નવી દિલ્હી : હાલમાં ઉત્તરાખંડના મસૂરીમાં એક ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં થૂંક સાથે ચા વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. મસૂરી પોલીસે આ મામલામાં બે યુવકો વિરુદ્ધ FIR નોંધી છે.

   એક યુવક ફરવા માટે 29 સપ્ટેબરના રોજ મસૂરી ગયો હતો. ત્યારે તે સવારે ફરવા માટે મસૂરીમાં નીકળ્યો આ દરમિયાન લાઈબ્રેરી ચોક પાસે વહેલી સવારે 6:30 કલાકે ચાની ટપરીએ ગયો. અહિ 2 યુવક હતા, જેઓ પ્રવાસીઓ માટે ચા, મેગી તેમજ નાસ્તો વેંચી રહ્યા હતા. ફરવા જનારો યુવક વહેલી સવારનો મસુરીના નજારાનો આનંદ માણી રહ્યો હતો. આ સાથે તે આસપાસના સુંદર દર્શ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના કેમેરામાં એક એવો સીન કેદ થયો તે પણ જોઈને ચોંકી ગયો હતો.

   આ વીડિયોમાં ચા બનાવનાર યુવક ચા બનાવી ચામાં થૂંકતો જોવા મળી રહ્યો છે. પ્રવાસી યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિયો તેના ફોનમાં કેદ કરી લીધો હતો. જ્યારે પ્રવાસી યુવકે ચા વેંચનારને કહ્યું તો તે પ્રવાસી યુવકને અપશબ્દો કહેવા લાગ્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવા લાગ્યા હતા.

  જ્યારે ચાના પૈસા ઓનલાઈન આપ્યા તો તેમાં તેનું નામ હુસૈન અલી આવ્યું હતુ. આસપાસના લોકોને જ્યારે નામ પુછવામાં આવ્યું તો તેનું નામ નૌશાદ જણાવવામાં આવ્યું હતુ. અને બીજા યુવકનું નામ હસન અલી જણાવવામાં આવ્યું હતુ. હાલ તો મસૂરી પોલીસે આ મામલામાં બે યુવકો વિરુદ્ધ FIR નોંધી છે.


 

(6:27 PM IST)