<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

કેન્દ્ર સરકારની આ યોજના મજૂરો માટે ખુબ ઉપયોગી છે : તેમને દર મહિને 3 હજાર રૂપિયાનો લાભ મળે છે

કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી મંધન યોજના હેઠળ કામદારોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપે છે. મજૂરોને આ યોજનાનો લાભ મળે છે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ મજૂરોને પણ મળે છે. અમે તમને આવી જ એક સ્કીમ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાંથી કામદારો દર મહિને 3 હજાર રૂપિયાની રકમ લઈ શકે છે. આ યોજનાનું નામ છે 'પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના', જે અંતર્ગત દર મહિને સરકાર દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને 3,000 રૂપિયા સહાય તરીકે આપે છે.

    દેશમાં કરોડો લોકો છે જેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. જેના વિશે સરકાર પાસે કોઈ હિસાબ નથી. સરકારે આ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના લાવી હતી. આ યોજનામાં કામદારોને 60 વર્ષ પછી પેન્શન તરીકે 3000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનામાં કામદારો જેટલું રોકાણ કરે છે તેટલા પૈસા સરકાર પણ રોકે છે. મતલબ, જો તમે દર મહિને 100 રૂપિયા જમા કરો છો, તો સરકાર પણ 100 રૂપિયા જમા કરે છે અને 60 વર્ષ પૂરા કર્યા પછી, યોજના ધારકને દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. 

     કોણ અરજી કરી શકે છે : આ સ્કીમ માટે અમુક ખાસ લોકો જ અરજી કરી શકે છે. આ માટે કેટલાક નિયમો છે યોજનામાં જોડાવા માટે કામદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યોજનામાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી યોગદાન આપવું પડશે. વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડથી વધુ ન હોવું જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો જ આ યોજના માટે અરજી કરી શકે છે. જેમાં રિક્ષાચાલકો, ડ્રાઇવરો, વણકર, પ્લમ્બર, દરજી, મધ્યાહન ભોજન કામદારો, બાંધકામ કામદારો, કચરો એકત્ર કરનારા, બીડી ઉત્પાદકો, હેન્ડલૂમ ઓપરેટરો, કૃષિ કામદારો, મોચી, ધોબી, ચામડા સાથે સંકળાયેલા લોકો વગેરેનો સમાવેશ થાય છે.

(7:00 PM IST)