<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં રૂપિયા 600નો કડાકો:ચાંદીમાં રૂપિયા 2,800નું મોટું ગાબડું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ 0.03 ટકા ગગડીને 2,634.50 ડોલર રહ્યા :ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.75 ડોલર વધી 30.83 ડોલર રહ્યો

મુંબઈ : ઊંચા સ્તરે માંગ ધીમી પડતા સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડાનો માહોલ જોવા મળતો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 600 ગગડીને રૂપિયા 77,700 રહ્યા છે. જ્યારે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,800 તૂટીને રૂપિયા 91,200 રહ્યો છે.

સોનામાં પ્રીમિયમમાં ઘટાડો થતા અને US ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક રીતે વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતાને લઈ ઈન્કાર કરતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ 0.03 ટકા ગગડીને 2,634.50 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.75 ડોલર વધી 30.83 ડોલર રહ્યો હતો.

દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળતો હતો. અમદાવાદ ખાતે સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 78,200થી રૂપિયા 700 ગગડી રૂપિયા 77,500 રહ્યા હતા. જ્યારે સોનું (99.5) રૂપિયા 78, 000થી રૂપિયા 700 તૂટી રૂપિયા 77,300 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ રૂપિયા 90,500થી રૂપિયા 500 ગગડી રૂપિયા 90,000 રહ્યો હતો.

(7:48 PM IST)