<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ચીનના શેરબજારોમાં છેલ્લા 27 વર્ષમાં સૌથી મોટો કડાકો બોલ્યો :આર્થિક ચિંતા વચ્ચે સ્ટોક માર્કેટ 8 ટકા સુધી તૂટ્યા

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર માટે રાહત પેકેજની જાહેરાત કરી જોકે તે રોકાણકારોને ખુશ કરી શક્યુ નથી

ચીનના શેરબજારોમાં છેલ્લા 27 વર્ષમાં સૌથી મોટો કડાકો બોલાઈ ગયો છે. બેઇજીંગ દ્વારા વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર માટે સ્ટીમ્યુલસ પેકેજ એટલે કે રાહત પેકેજની જાહેરાત કરી હતી, જોકે તે રોકાણકારોને ખુશ કરી શક્યુ નથી અને સ્થાનિક શેરબજારોમાં ભારે મંદી આવી છે.

ચીનમાં આર્થિક વિકાસને વેગ મળે તે માટે ટોચની ઈકોનોમિક પ્લાનિંગ ઓથોરિટી દ્વારા વધુ પગલાંની જાહેરાત કરવામાં નિષ્ફળ જતા બજાર સેન્ટીમેન્ટ પર અસર જોવા મળી છે.

શેન્ઝેન કમ્પોઝીટ ઈન્ડેક્સમાં 8.2 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો એટલે કે SZSE Component Index કોમ્પોનેન્ટ ઈન્ડેક્સ 937.29 પોઇન્ટ એટલે કે 8.15 ટકા ગગડી ગયો હતો, જે મે,1997 બાદનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો.

જ્યારે સાંઘાઈ સ્ટોક એક્સચેન્જ 6.6 ટકા અને બેન્ચમાર્ક CSI 300 ઈન્ડેક્સ 7.1 ટકા તૂટ્યા હતા. એશિયાના અન્ય એક શેરબજાર હોંગકોંગને હેંગસેંગ પણ 1.4 ટકા તૂટ્યો હતો.

કેટલાક રાજકોષિય પગલાં જેવા કે સરકારી બોન્ડ ઈશ્યુ કરવા, ચીનના આર્થિક મોરચે કેટલાક સુધારાને મંજૂરી વગેરે સહિતના રાજકોષિય પગલાંની જરૂર હતી.

અલબત શેરબજારો બંધ થયા બાદ ચીન સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ કેટલાક નીતિ વિષયક પગલાં, સ્ટીમ્યુલસ પગલાં માટે માટે ટૂંક સમયમાં બેઠક યોજી શકે છે.

(11:06 PM IST)