<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી, ભોપાલ બાદ ઈન્દોરમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું : ત્રણ આરોપીઓની ધરપકડ

ભોપાલમાં 1814 કરોડ રૂપિયાની MD ડ્રગ્સ મળી આવ્યા બાદ તમામ તપાસ એજન્સીઓ સતર્ક

ઇન્દોર :તાજેતરમાં ભોપાલમાં 1814 કરોડ રૂપિયાની MD ડ્રગ્સ મળી આવ્યા બાદ તમામ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઈન્દોરમાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી ત્યારે આ કેસની ચર્ચા હજુ શમી નહોતી. ઈન્દોરમાં અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલા બે ઓપરેશનમાં ત્રણ દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે.

   પ્રથમ કાર્યવાહી ધાર રોડ પર જિલ્લા હોસ્પિટલ પાસે થઈ હતી, જ્યાંથી એડવોકેટ મુજાહિદ અને રાહુલની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 15 લાખની કિંમતનું 30.66 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.

 બીજી કાર્યવાહી સદર બજાર વિસ્તારમાં કરવામાં આવી હતી, જેમાં રાજાની રૂ. 19 લાખની કિંમતના 37.99 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

(11:09 PM IST)