તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ડિસેમ્બર ૨૦૨૮ સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ
કેન્દ્રનો મોટો નિર્ણયઃ લોથલને બનાવાશે દુનિયાનું સૌથી મોટો દરિયાઈ વારસો પરિસર

નવી દિલ્હી,તા. ૧૦: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટની કાલે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે રૂ. ૪,૪૦૬ કરોડના રોકાણ સાથે સરહદી વિસ્તારોમાં ૨,૨૮૦ કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે. આ સાથે ડિસેમ્બર ૨૦૨૮ સુધી ગરીબોને મફત અનાજ આપવાનો પણ નિર્ણય લેવાયો છે.
દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ યોજનાઓને કેબિનેટમાં મંજૂરી અપાઈ છે. બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર ૨૦૨૮ સુધી લંબાવ્યું છે. સાથે જ કેબિનેટે સરહદી રાજયોના વિસ્તારોના પાયાના વિકાસ પર પણ ભાર આપ્યો છે.
કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન, યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, મહત્વાકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના વિતરણને જુલાઈ, ૨૦૨૪થી ડિસેમ્બર, ૨૦૨૮ સુધી ચાલુ રાખવાને મંજૂરી અપાઈ છે.
વડાપ્રધાને બેઠકમાં સરહદી વિસ્તારમાં પાયાના વિકાસ પર ભાર આપ્યો છે. આજે કેબિનેટે સરહદી રાજય પંજાબ અને રાજસ્થાનના વિસ્તારમાં ૪,૪૦૬ કરોડ રૂપિયાના રોકાણથી ૨,૨૮૦ કિલોમીટર રોડના નિર્માણને મંજૂરી આપી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે મંત્રીમંડળે ગુજરાતના લોથલને એક રાષ્ટ્રીય દરિયાઈ વારસો પરિસર વિકસિત કરવા મંજૂરી આપી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમૃદ્ધ અને વિવિધ સમુદ્રી વિરાસતને પ્રદર્શિત કરવી અને ‘દુનિયાનો સૌથી મોટો દરિયાઈ વારસો' પરિસર બનાવવાનો છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
