તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા : ‘તે શ્રેષ્ઠ વ્યક્તિ છે, મારા મિત્ર' છે
ટ્રમ્પે મોદીના નેતૃત્વ અને વ્યકિતત્વના પણ વખાણ કર્યા

નવી દિલ્હી, તા.૧૦: અમેરિકામાં નવેમ્બરમાં પ્રસ્તાવિત રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી, તેમને ‘શ્રેષ્ઠ વ્યક્તિ' ગણાવ્યા અને કહ્યું કે તેઓ ‘તેમના મિત્ર' છે. ટ્રમ્પે બુધવારે અપલોડ કરાયેલ ફ્લેગ્રાન્ટ પોડકાસ્ટ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘તે શ્રેષ્ઠ વ્યક્તિ છે, મારા મિત્ર' છે.
ટ્રમ્પે સપ્ટેમ્બર ૨૦૧૯ માં ટેક્સાસમાં આયોજિત આઇકોનિક ‘હાઉડી, મોદી' ઇવેન્ટને યાદ કરી, જ્યારે પીએમ મોદીએ હ્યુસ્ટન શહેરના NRG સ્ટેડિયમમાં ભારતીયપ્રઅમેરિકનોની વિશાળ સભાને સંબોધિત કરી હતી.
ટ્રમ્પે કહ્યું, પીએમે ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી, મોદી નામનો કાર્યક્રમ યોજ્યો હતો. તે હું અને મોદી હતા અને તે સુંદર હતા. તે અંદાજે ૮૦,૦૦૦ લોકોનો મેળાવડો હતો. અમે ફરતા હતા. આજે, કદાચ હું આવું કંઈ કરી શકીશ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોદી સાથે તેમના ખૂબ સારા સંબંધો છે, એક વાતચીતને યાદ કરીને જેમાં ભારત-પાકિસ્તાન તણાવનો સમાવેશ થતો હતો.
પાકિસ્તાનનું નામ લીધા વિના ટ્રમ્પે કહ્યું, કેટલાક પ્રસંગોએ કોઈ ભારતને ધમકી આપતું હતું, અને મેં મોદીને કહ્યું, મને મદદ કરવા દો કારણ કે હું તેમાં ખૂબ જ સારો છું. જેના પર તેમણે (મોદી) આક્રમક જવાબ આપ્યો, હું તેને સંભાળીશ અને જે જરૂરી હશે તે કરીશ. અમે તેમને સેંકડો વર્ષોથી હરાવ્યા છીએ.
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ‘સાચા મિત્ર' ગણાવ્યા, તો ટ્રમ્પે મોદીના નેતળત્વ અને વ્યક્તિત્વના વખાણ કર્યા.
યુએસ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ, ગુજરાતમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ‘અદભૂત વ્યક્તિ' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ક્વાડ સમિટ દરમિયાન વડાપ્રધાનને મળશે, પરંતુ આ મુલાકાત થઈ ન હતી.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
