તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
હે ભગવાન શું થવા બેઠું છે ? નોયડામાં ૧૨ વર્ષનાં છોકરાને લઇને ભાગી ૧૫ વર્ષની છોકરી : શોધખોળ
પોલીસ - પરિવાર હેરાન - પરેશાન : છોકરી ત્રીજી વખત ફરાર થઇ

નવી દિલ્હી, તા.૧૦: નોઈડામાં ૧૫ વર્ષની છોકરીએ પરિવાર અને પોલીસને પરેશાન કરી દીધા છે. તે ત્રણ વખત ઘરેથી ભાગી ચૂકી છે. બીજી વખત તે ૧૨ વર્ષના પાડોશી સાથે ભાગી ગઈ. પોલીસે તેને બે વખત રીકવર કરીને ઘરે પરત લાવી હતી. હવે જ્યારે પરિવાર શહેર છોડવાનો હતો, ત્યારે તે ફરી એક વાર ફરાર થઈ ગઈ. ૧૨ વર્ષનો છોકરો પણ ગુમ છે.
મામલો નોઈડાના સેક્ટર ૫૮ સ્થિત બિશનપુરા ગામનો છે. સગીર છોકરી મંગળવારે સાંજે ઘરેથી ભાગી ગઈ હતી જ્યારે પરિવાર તેમની પુત્રીની ખરાબ આદતોને કારણે નોઈડા છોડીને બિહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. પિતા ઓટો લેવા માટે નીકળ્યા હતા અને તે માતા અને નાની બહેનને ચકમો આપી ગાયબ થઈ ગઇ હતી. બે વખત બાળકીને રિકવર કરી ચૂકેલી પોલીસ ફરી એકવાર તેને શોધવામાં વ્યસ્ત છે.
મૂળ બિહારના દરભંગા જિલ્લાની રહેવાસી પીડિતે જણાવ્યું કે તેને બે દીકરીઓ છે. મોટી દીકરી ૧૫ વર્ષની અને નાની દીકરી ૧૨ વર્ષની છે. લગભગ ૪ વર્ષ પહેલા તે પોતાની દીકરીઓને ભણાવવા નોઈડા આવ્યો હતો. બિશનપુરામાં ભાડે રૂમ લીધો હતો. પતિ-પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરીને દીકરીઓને ભણાવતા હતા. પિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૪માં મોટી દીકરી પડોશમાં રહેતી વધુ બે સગીર છોકરીઓને સાથે લઈ ગઈ. પોલીસે લગભગ એક અઠવાડિયા પછી તેને વળંદાવનમાંથી શોધી કાઢી હતી. ઘરેથી ૫૦ હજાર રૂપિયા લઈ ગઇ હતી. જયપુર ગયા પછી તે વળંદાવન પહોંચી.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી લગભગ ૧૫ દિવસ પહેલા પડોશમાં રહેતા ૧૨ વર્ષના છોકરા સાથે ગુમ થઈ ગઈ હતી. ઘણી મહેનત પછી તેને પરત લાવી હતી.પિતાએ પોલીસને જણાવ્યું કે હવે તેણે નોઈડા છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ મંગળવારે સાંજે પરિવાર સાથે દરભંગા જવા રવાના થવાના હતા. તે ઓટો લેવા માટે નીકળ્યો હતો. પત્ની અને નાની પુત્રી ઘરવખરીનો સામાન પેક કરી રહ્યા હતા ત્યારે મોટી પુત્રી છુટી ગઇ હતી. આરોપ છે કે પાડોશમાં રહેતો ૧૨ વર્ષનો કિશોર પણ ગુમ છે. એવી આશંકા છે કે આ વખતે તે કિશોરને પણ પોતાની સાથે લઈ ગઇ છે. એડીસીપી મનીષ કુમાર મિશ્રાનું કહેવું છે કે બાળકીની શોધ માટે એક ટીમ બનાવવામાં આવી છે. બાળકીને શોધી લેવાશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
