તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
રતન ટાટાના નિધનથી આઘાતમાં સલમાન ખાન : અજય દેવગન અને અન્ય સેલેબ્સે પણ પાઠવી શ્રધાંજલિ
રતન ટાટાના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લહેર : રતન ટાટાને યાદ કરીને સ્ટાર્સે તેમને પ્રેરણાના સ્ત્રોત અને ભારતનું ગૌરવ ગણાવ્યા

મુંબઈ : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. બુધવારની રાત્રે જેમ જ સમાચાર આવ્યા કે રતન ટાટા નથી રહ્યા, સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનો ધસારો થઈ ગયો. બોલિવૂડ સેલેબ્સે તેમને યાદ કર્યા અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. અજય દેવગનથી લઈને સલમાન ખાન, પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા સહિત ઘણા સેલેબ્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા રતન ટાટા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી છે. સલમાન ખાન તેમના નિધનથી આઘાતમાં છે, તો અજય દેવગણે પણ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
સલમાન ખાને રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. X પર શોક વ્યક્ત કરતા સલમાન ખાને લખ્યું, "શ્રી રતન ટાટાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો છે."
અજય દેવગણે લખ્યું- તમારો વારસો પ્રેરણા આપશે અને લખ્યું કે સર તમારી આત્માને શાંતિ મળે.
પ્રિયંકા ચોપરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "તમે તમારી દયાથી લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે. નેતૃત્વ અને ઉદારતાનો તમારો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. તમે તમારા અજોડ સમર્પણ અને જુસ્સાથી આપણા દેશ માટે જે કર્યું છે, આભાર. તે માટે તમે અમારા બધા માટે પ્રેરણા છો અને તમને હંમેશા યાદ કરવામાં આવશે.
અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "શ્રી રતન ટાટાના નિધનના દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે જે પણ કર્યું તેમાં ઈમાનદારી, શાલીનતા અને ગૌરવના મૂલ્યોને જાળવી રાખ્યા. તેઓ ખરેખર ભારત માટે એક આઈકન અને તાજ હતા. તમે ઘણા જીવનને સ્પર્શ્યું."
વરુણ ધવને રતન ટાટાના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી અને તેમના નિધનને ભારત માટે મોટી ખોટ ગણાવી. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા રિતેશ દેશમુખે તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રદ્ધા કપૂર અને રણદીપ હુડ્ડા સહિત અન્ય સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
