તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
મેં એક સારો મિત્ર ગુમાવ્યો છે :દરેક મુલાકાતમાં એક નવી ઉર્જા આપી :રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીની ભાવુક પોસ્ટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

મુંબઈ :દિગજ્જ ઉદ્યોગપતિ રતન ટાટાએ ગઈ કાલે મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતી. આજે મુંબઈના વરલી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે આ દેશ માટે દુખદ દિવસ છે. તેમનું નિધન ન માત્ર ટાટા સમુહ પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે. હું અંગત રીતે તેમના જવાથી દુખી છે. કેમકે મેં એક સારો મિત્ર ગુમાવ્યો છે. તેમણે મને દરેક મુલાકાતમાં એક નવી ઉર્જા આપી. પ્રોત્સાહન આપ્યું. તેઓ દુરદર્શી બિઝનેસમેન અને પરોપકારી હતા. તેમણે હંમેશા સમાજના પરોપકાર માટે કામ કર્યું.
મુકેશ અંબાણીએ આગળ જણાવ્યું કે દેશ એક દયાળુ પુત્ર ગુમાવ્યો. રતન ટાટાએ દુનિયા સામે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ દુનિયાની સારી ચીજો ભારતમાં લઈને આવ્યા. 1991 માં ટાટા સમુહ સંભાળ્યા બાદ તેમણે બિઝનેસને 70 ગણો વધારી દીધો. હું રિલાયન્સ, નીતા અને અંબાણી પરિવાર તરફથી ટાટા પરિવારના શોકગ્રસ્ત સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રતન, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
