તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
સાદગીનો પર્યાય રતન ટાટા : અબજોપતિ છતા સાદુ જીવન જીવતા
તેમના માટે કામ એટલે પૂજાઃ રખડતા કૂતરા પસંદ હતા

મુંબઇ, તા. ૧૦ : રતન ટાટાએ તેમના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે આજ સુધી કોઈ કરી શકયું નથી. આ સિવાય જ્યારે પણ દેશ પર સુનામી કે કોરોના જેવી કોઈ મુસીબત આવી ત્યારે તેઓ દેશની મદદ કરવા સૌથી આગળ જોવા મળતા હતા.
રતન ટાટાનો જન્મ નવલ ટાટા અને સુની ટાટાના ઘરે થયો હતો, જો કે તેમના માતા-પિતા તેમના બાળપણમાં અલગ થઈ ગયા હતા અને તેમનો ઉછેર તેમની દાદી દ્વારા થયો હતો. તેમના પ્રારંભિક અભ્યાસ પછી વર્ષ ૧૯૫૯માં રતન ટાટાએ આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં ગયા. આ પછી તેઓ વર્ષ ૧૯૬૨માં દેશમાં પાછા ફર્યા અને ટાટા સ્ટીલ દ્વારા વ્યવસાય ક્ષેત્રે પ્રવેશ કર્યો, જોકે શરૂઆતમાં તેઓ એક કર્મચારી તરીકે જોડાયા હતા અને જમશેદનગર પ્લાન્ટમાં કર્મચારી તરીકે કામ કર્યું હતું અને બારીકીઓ શીખી હતી.
રતન ટાટાને ૧૯૯૧માં ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, જે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસમાં સામેલ છે. ચેરમેન બન્યા બાદ રતન ટાટાએ ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે ટાટા જૂથનું નેતળત્વ ૨૦૧૨ સુધી કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા કરવામાં આવી હતી.
૧૯૯૬માં ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને ૨૦૦૪માં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (વ્ઘ્લ્) બજારમાં લિસ્ટેડ થઈ. ભારત સરકારે રતન ટાટાને પદ્મ ભૂષણ (૨૦૦૦) અને પદ્મ વિભૂષણ (૨૦૦૮)થી સન્માનિત કર્યા. આ સન્માન દેશના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
રતન ટાટા ખૂબ જ સાદું જીવન જીવતા હતા, પરંતુ તેમને ઘણી વસ્તુઓનો પણ શોખ હતો. જેમાં કારથી લઈને પિયાનો વગાડવાનું બધું જ સામેલ છે. આ સાથે ફ્લાઈંગ પણ તેની ફેવરિટ લિસ્ટમાં ટોપ પર હતી.
કેટલીક ખાસ વાતો
રતન ટાટા માટે કામ એટલે પૂજા. તેમણે કહ્યું કે કામ ત્યારે જ સારું થશે જ્યારે તમે તેનું સન્માન કરશો.
ટાટા ચેરમેનની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ હંમેશા શાંત અને નમ્ર હતા. તે કંપનીના નાનામાં નાના કર્મચારીને પણ પ્રેમથી મળતા હતા. તેમની જરૂરિયાતોને સમજતા હતા અને શકય રીતે મદદ કરતા હતા.
દિગ્ગજ અબજોપતિ રતન ટાટા કહેતા હતા કે જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કામ એકલા હાથે શરૂ કરી શકો, પરંતુ તેને ઉંચાઈ પર લઈ જવા માટે લોકોનો સહયોગ જરૂરી છે. સાથે જ આપણે ખૂબ આગળ વધી શકીએ છીએ.
રતન ટાટાને પ્રાણીઓ, ખાસ કરીને રખડતા કૂતરા ખૂબ જ પસંદ હતા. તેઓ ઘણી ફઞ્બ્ અને એનિમલ શેલ્ટર્સને પણ દાન આપતા હતા.
રતન ટાટા આર્થિક સંકટથી પીડિત વિદ્યાર્થીઓની મદદ કરવામાં પણ આગળ હતા. તેમનું ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓને શિષ્યવળત્તિ આપે છે. આવા વિદ્યાર્થીઓને જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
