તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
મુકેશ અંબાણી, અમિતભાઈ શાહથી લઈને અમિતાભ બચ્ચન … :રતન ટાટાના અંતિમ સંસ્કારમાં જોડાશે દિગ્ગજો: જુઓ યાદી
સાંજે ચાર વાગ્યે મુંબઈના વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેશે

મુંબઈ :ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ કાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોતથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. સાંજે ચાર વાગ્યે મુંબઈના વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેશે. આ રહી લિસ્ટ
ઉદ્યોગપતિઓ: મુકેશ અંબાણી અને અનંત અંબાણી, કુમાર મંગલમ બિરલા, એન . આર. નારાયણ મૂર્તિ, શક્તિકાંત દાસ, જિંદાલ ગ્રુપ, ગૌતમ અદાણી, હર્ષ ગોએન્કા, શિવ નાદર, અજય પીરામલ, આનંદ મહિન્દ્રા, લક્ષ્મી મિત્તલ, વેદાંત ગ્રુપ, ફાલ્ગુની નાયર, સંઘવી સન ફાર્મા, ઉદય કોટક
રાજકારણીઓ: અમિત શાહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, રાજનાથ સિંહ , યોગી આદિત્યનાથ, મોહન યાદવ, એકનાથ શિંદે, ભૂપેન્દ્ર પટેલ, આનંદીબેન પટેલ, એન ચંદ્રબાબુ નાયડુ, એમકે સ્ટાલિન, ડીકે શિવકુમાર, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, મંગલપ્રસાદ લોઢા, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઠાકરે પરિવાર, રાજ ઠાકરે
ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રજનીકાંત, સચિન તેંડુલકર, રોહિત શર્મા
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
