<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

દેખાડાથી દુર રહી સાદગીને અપનાવનાર અદના આદમી રતનજી નવલજી તાતા

તેઓ એકમાત્ર વીઆઈપી હતા જે એકલા ચાલતા હતા. તેની બેગ અને ફાઈલો લઈ જવા માટે તેની સાથે કોઈ મદદનીશ નહોતું : ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્‍માન એનાયત કરવામાં આવ્‍યા હતા : તેમની પાસે બે જર્મન શેફર્ડ કૂતરા હતા 'ટીટો' અને 'ટેંગો'. જેમને તે ખૂબ ઙ્કેમ કરતા હતા : શ્વાન પ્રત્‍યેનો પ્રેમ એટલો બધો હતો કે જ્‍યારે પણ તેઓ બોમ્‍બે હાઉસમાં તેમની ઓફિસ પહોંચતા ત્‍યારે રસ્‍તાના કૂતરા તેમને ઘેરી લેતા અને લિફ્‌ટમાં તેમની સાથે જતાઃ તેઓ કહેતા કે કદાચ હું બહુ મિલનસાર નથી પણ હું અસામાજિક પણ નથીઃ વિદેશમાં અભ્‍યાસ વખતે ઘણી વખત કેટલાક વધારાના પૈસા કમાવવા માટે તેઓ વાસણો પણ ધોતા હતા.! : રતનજીનો ઉછેર તેમની દાદી લેડી નવાઝબાઈ ટાટા દ્વારા થયો હતો : રતન ટાટાના ચાર વખત લગ્ન થતા થતા રહી ગયાઃ રતન ટાટા પુસ્‍તક પ્રેમી હતા. તેમને સફળતાની સ્‍ટોરીઓ વાંચવાનું પસંદ હતું

રાજકોટ, તા.,૧૦: ૧૯૯૨માં ઈન્‍ડિયન એરલાઈન્‍સના કર્મચારીઓ વચ્‍ચે એક આヘર્યજનક સર્વે કરવામાં આવ્‍યો હતો. તેમને પૂછવામાં આવ્‍યું કે, દિલ્‍હીથી મુંબઈની ફ્‌લાઈટ દરમિયાન તમને સૌથી વધુ પ્રભાવિત કરનાર પેસેન્‍જર કોણ છે? રતન ટાટાને સૌથી વધુ વોટ મળ્‍યા હતા. જ્‍યારે તેનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો ત્‍યારે જાણવા મળ્‍યું કે તેઓ એકમાત્ર વીઆઈપી હતા જે એકલા ચાલતા હતા. તેની બેગ અને ફાઈલો લઈ જવા માટે તેની સાથે કોઈ મદદનીશ નહોતું. રતન નવલ તાતા એક એવા વ્‍યક્‍તિ હતા જેઓ સાદગીનું ઉદાહરણ હતું અને દેખાવથી કાયમ દૂર રહેતા હતા. ગઇકાલે તેમણે આ દુનિયાને અલવિદા કરી દીધી.

રતન તાતાનો જન્‍મ ૨૮ ડિસેમ્‍બર, ૧૯૩૭ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં એક પારસી જરથોસ્‍તી પરિવારમાં થયો હતો. તેઓ નવલ તાતાના પુત્ર હતા. જેમનો જન્‍મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્‍યા હતા. તેઓ એક ભારતીય ઉદ્યોગપતિ અને પરોપકારી હતા જેમણે ૧૯૯૦ થી ૨૦૧૨ સુધી ટાટા ગ્રુપ અને ટાટા સન્‍સના અધ્‍યક્ષ તરીકે સેવા આપી હતી અને ત્‍યારબાદ ઓક્‍ટોબર ૨૦૧૬ થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી વચગાળાના અધ્‍યક્ષ તરીકે સેવા આપી હતી. ભારત સરકાર દ્વારા તેમને ૨૦૦૦માં પદ્મભૂષણ અને ૨૦૦૮માં પદ્મવિભૂષણ નાગરિક સન્‍માન એનાયત કરવામાં આવ્‍યા હતા. તાતાએ ૮મા ધોરણ સુધી કેમ્‍પિયન સ્‍કૂલ મુંબઈ ખાતે અભ્‍યાસ કર્યો હતો. જે બાદ તેમણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનોન સ્‍કૂલ, શિમલાની બિશપ કોટન સ્‍કૂલ અને ન્‍યૂયોર્ક સિટીની રિવરડેલ કન્‍ટ્રી સ્‍કૂલમાંથી અભ્‍યાસ કર્યો. જ્‍યાંથી તેમણે ૧૯૫૫માં તાાતકનો અભ્‍યાસ પૂર્ણ કર્યો હતો. તાાતક થયા બાદ તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્‍યો હતો. જ્‍યાંથી તેમણે ૧૯૫૯માં આર્કિટેક્‍ચરમાં તાાતકની પદવી મેળવી હતી. કોર્નેલમાં હતા ત્‍યારે તેઓ આલ્‍ફા સિગ્‍મા ફી ફેટરટીના સભ્‍ય બન્‍યા હતા. ૨૦૦૮માં તાતાએ કોર્નેલને ૫૦ મિલિયન યુએસ ડોલરની ભેટ આપી હતી. જે યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું આંતરરાષ્‍ટ્રીય દાન ભંડોળ હતું.

 ગિરીશ કુબેર ટાટા ગ્રુપ પરના તેમના પ્રખ્‍યાત પુસ્‍તક 'ધ ટાટા હાઉ અ ફેમિલી બિલ્‍ટ અ બિઝનેસ એન્‍ડ અ નેશન'માં લખે છે, જ્‍યારે તેઓ ટાટા સન્‍સના વડા બન્‍યા ત્‍યારે તેઓ જેઆરડીના રૂમમાં બેઠા ન હતા. તેણે પોતાના બેસવા માટે એક સાદો નાનકડો ઓરડો બનાવ્‍યો. જ્‍યારે તે જુનિયર ઓફિસર સાથે વાત કરી રહ્યા હતા અને સિનિયર ઓફિસર આવી પહોંચ્‍યા ત્‍યારે તે તેને રાહ જોવાનું કહેતા. તેમની પાસે બે જર્મન શેફર્ડ કૂતરા હતા 'ટીટો' અને 'ટેંગો'. જેમને તે ખૂબ પ્રેમ કરતા હતા. તેમનો શ્વાન પ્રત્‍યેનો પ્રેમ એટલો બધો હતો કે જ્‍યારે પણ તેઓ બોમ્‍બે હાઉસમાં તેમની ઓફિસ પહોંચતા ત્‍યારે રસ્‍તાના કૂતરા તેમને ઘેરી લેતા અને લિફ્‌ટમાં તેમની સાથે જતા. આ શ્વાન ઘણીવાર બોમ્‍બે હાઉસની લોબીમાં ચાલતા જોવા મળતા હતા. જ્‍યારે માણસોને ત્‍યાં ફક્‍ત ત્‍યારે જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી જ્‍યારે તેઓ સ્‍ટાફના સભ્‍યો હોય અથવા મળવાની પૂર્વ પરવાનગી હોય. પ્રખ્‍યાત ઉદ્યોગપતિ અને લેખક સુહેલ સેઠ પણ એક કિસ્‍સો કહે છે, ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ બ્રિટનના પ્રિન્‍સ ચાર્લ્‍સ બકિંગહામ પેલેસમાં રતન ટાટાને પરોપકાર માટે 'રોકફેલર ફાઉન્‍ડેશન લાઇફટાઇમ અચીવમેન્‍ટ' એવોર્ડ આપવાના હતા. પરંતુ સમારંભના થોડા કલાકો પહેલા રતન ટાટાએ આયોજકોને જાણ કરી હતી કે તેઓ ત્‍યાં આવી શકશે નથી કારણ કે તેમનો કૂતરો ટીટો અચાનક બીમાર પડી ગયો હતો. જ્‍યારે આ વાત ચાર્લ્‍સને કહેવામાં આવી ત્‍યારે તેણે કહ્યું કે આ એક સાચા હ્રદયના માણસની નિશાની છે.

 જેઆરડીની જેમ રતન ટાટા પણ તેમની સમયની પાબંદી માટે જાણીતા હતા. તે બરાબર ૬.૩૦ વાગ્‍યે તેની ઓફિસથી નીકળી જતા હતા. ઓફિસ સંબંધિત કામ માટે ઘરે કોઈ તેમનો સંપર્ક કરે તો તેઓ ઘણીવાર ચિડાઈ જતા. તેઓ પોતાના ઘરની એકાંતમાં ફાઇલો અને અન્‍ય કાગળો વાંચતા હતા. જો તેઓ મુંબઈમાં હોય તો અલીબાગમાં તેમના ફાર્મ હાઉસમાં વિકએન્‍ડ પસાર કરતા. તે દરમિયાન તેની સાથે તેમના કૂતરા સિવાય કોઈ રહેતુ નહી. તેમને ન તો મુસાફરીનો શોખ હતો કે ન તો ભાષણ આપવાનો. દેખાડાથી તેઓ ચિડાઈ જતા હતા. બાળપણમાં જ્‍યારે પરિવારની રોલ્‍સ-રોયસ કાર તેમને શાળાએ લઈ જતી ત્‍યારે તેઓ અસ્‍વસ્‍થતા અનુભવતા હતા. જેઓ રતન ટાટાને નજીકથી જાણતા તેઓ કહે છે કે તેમનો જિદ્દી સ્‍વભાવ એક પારિવારિક લક્ષણ હતું જે તેમને જેઆરડી  અને તેમના પિતા નવલ ટાટા પાસેથી વારસામાં મળ્‍યો હતો.

કુમી કપૂર તેના પુસ્‍તક 'એન ઈન્‍ટીમેટ હિસ્‍ટ્રી ઓફ પારસીસ'માં લખે છે, રતનજીએ પોતે સ્‍વીકાર્યું છે કે તે પોતાની પ્રાઈવસીને ખૂબ મહત્‍વ આપે છે. તેઓ કહેતા કે કદાચ હું બહુ મિલનસાર નથી પણ હું અસામાજિક પણ નથી.

ટાટા ગ્રૂપમાં તેમના શરૂઆતના દિવસો દરમિયાન રતનજીને તેમની અટકને બોજ ગણી હતી. અમેરિકામાં અભ્‍યાસ કરતી વખતે તેઓ ચોક્કસપણે નચિંત રહ્યા કારણ કે તેના સહપાઠીઓને તેની પારિવારિક પળષ્ઠભૂમિ વિશે ખબર ન હતી. રતન ટાટાએ કુમી કપૂરને આપેલા એક ઈન્‍ટરવ્‍યુમાં કબૂલ્‍યું હતું કે, તે દિવસોમાં રિઝર્વ બેંકે વિદેશમાં ભણવા માટે બહુ ઓછી વિદેશી ચલણનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. મારા પિતા કાયદો તોડવાના હકમાં નહોતા. તેથી તેમણે બ્‍લેકમાં ડોલર ખરીદ્યા નહી. તેથી જ ઘણીવાર એવું બનતું કે મહિનો પૂરો થાય તે પહેલાં મારા બધા પૈસા ખલાસ થઈ જાય. કયારેક મારે મારા મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડતા. ઘણી વખત હું કેટલાક વધારાના પૈસા કમાવવા માટે વાસણો પણ ધોતો હતો. રતનજી માત્ર ૧૦ વર્ષના હતા જ્‍યારે તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા. જ્‍યારે રતનજી ૧૮ વર્ષના થયા ત્‍યારે તેમના પિતાએ સ્‍વિસ મહિલા સિમોન ડુનોયર સાથે લગ્ન કર્યા. રતનજીનો ઉછેર તેમની દાદી લેડી નવાઝબાઈ ટાટા દ્વારા થયો હતો.

ગિરીશ કુબેર લખે છે, રતનજી છ વર્ષ જમશેદપુરમાં રહ્યા જ્‍યાં તેણે શરૂઆતમાં વાદળી કપડા પહેરીને શોપફ્‌લોર વર્કર તરીકે તેની એપ્રેન્‍ટિસશીપ કરી. આ પછી તેમને પ્રોજેક્‍ટ મેનેજર બનાવવામાં આવ્‍યા. આ પછી તેઓ મેનેજિંગ ડિરેક્‍ટર એસ કે નાણાવટીના વિશેષ સહાયક બન્‍યા. તેમની મહેનતની ખ્‍યાતિ બોમ્‍બે પહોંચી અને જેઆરડી ટાટાએ તેમને બોમ્‍બે બોલાવ્‍યા. જેઆરડીએ તેમને બીમાર કંપનીઓ સેન્‍ટ્રલ ઈન્‍ડિયા મિલ્‍સ અને નેલ્‍કોને સુધારવાની જવાબદારી સોંપી. રતન તાતાના નેતળત્‍વ હેઠળ ત્રણ વર્ષમાં, નેલ્‍કોએ નફો કમાવવાનું શરૂ કર્યું. ૧૯૮૧માં જેઆરડીએ રતન ટાટાને ઇન્‍ડસ્‍ટ્રીઝના વડા બનાવ્‍યા.

મોટાભાગના ભારતીય અબજોપતિઓની તુલનામાં રતનજીની જીવનશૈલી ખૂબ જ નિયંત્રિત અને સરળ હતી. રતન ટાટા ગ્રૂપની પરોપકારી શાખા, ટાટા ટ્રસ્‍ટ્‍સમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. ટાટા ગ્રુપની આ શાખા શિક્ષણ, આરોગ્‍યસેવા અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, રતન ટાટાએ સુનિヘાિરા રૂ. ૧૦૦૦ કરોડ આપ્‍યા. રતન ટાટા પણ સૌપ્રથમ એવા હતા જેમણે પોતાની લક્‍ઝરી હોટલનો ઉપયોગ એવા ડોકટરો અને આરોગ્‍ય કર્મચારીઓને માટે કર્યો હતો જેઓ પોતાને ગંભીર જોખમમાં મૂકતા હતા.

રતન ટાટાના ચાર વખત લગ્ન થતા થતા રહી ગયા. ટાટા કહે છે કે જ્‍યારે તેઓ યુ.એસ.માં હતા ત્‍યારે તેમણે એકવાર લગ્ન કર્યા હોત. પરંતુ, તેમની દાદીએ તેમને અચાનક બોલાવ્‍યા અને તે જ ક્ષણે ચીન સાથે ભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું. તેઓ અહીં અટવાઈ ગયા અને છોકરીના લગ્ન થઈ ગયા. રતન ટાટા પુસ્‍તક પ્રેમી હતા. તેમને સફળતાની સ્‍ટોરીઓ વાંચવાનું પસંદ હતું. એક ઈન્‍ટરવ્‍યુમાં તેમણે કહ્યું હતું કે નિવળત્તિ બાદ હવે તે પોતાના શોખ માટે સમય ફાળવી રહ્યા છે. ટાટાને નાનપણથી જ બહુ વાતચીત ગમતી નહી. તેઓ માત્ર મહત્‍વની વાતો જ કરતા હતા. તેમને ૬૦-૭૦ના દાયકાના ગીતો સાંભળવાનું પસંદ હતું. તે કહેતા હતા કે 'હું શાષાીય સંગીત વગાડી શકું તો મને ખૂબ સંતોષ થશે. મને શોપેન ગમે છે. સિમ્‍ફની પણ સારુ લાગે છે. બીથોવન, ચાઇકોવ્‍સ્‍કી પસંદ છે. પરંતુ હું ઈચ્‍છું છું કે હું જાતે પિયાનો વગાડી શકું. કાર વિશે પૂછવામાં આવતા ટાટાએ કહ્યું હતું કે તેમને કારનો ખૂબ જ શોખ છે. તેમણે કહ્યું હતું કે, 'મને જૂની અને નવી બંને કારનો શોખ છે. ખાસ કરીને તેમની સ્‍ટાઇલ અને તેમની મિકેનિઝમ ઙ્કત્‍યે ઊંડો રસ છે. તેથી જ હું તેમને ખરીદું છું.

ઉદ્યોગપતિ રતન ટાટાનું અવસાન એ દેશ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. તેમણે ટાટા ગ્રૂપને માત્ર નવી ઊંચાઈઓ પર જ નહીં લઈ ગયા પરંતુ વૈશ્વિક મંચ પર ભારતીય ઉદ્યોગને પ્રતિષ્ઠા પણ અપાવી. તેમના નેતળત્‍વ હેઠળ ટાટા જૂથે અનેક ઐતિહાસિક હસ્‍તાંતરણો કર્યા અને સામાજિક કલ્‍યાણમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્‍યું. રતન ટાટાનો વારસો હંમેશા પ્રેરણાદાયી રહેશે.

રતન ટાટાના પ્રેરણાત્‍મક અવતરણો..

- હું યોગ્‍ય નિર્ણય લેવામાં માનતો નથી. હું નિર્ણયો લઉં છું અને પછી તેને યોગ્‍ય બનાવું છું.

- સત્તા અને પૈસા મારા બે મુખ્‍ય હિત નથી.

- જો તમારે ઝડપથી જવું હોય તો એકલા જાઓ, પણ જો તમારે દૂર જવું હોય તો સાથે જાવ.

- લોખંડનો નાશ કોઈ કરી શકતું નથી, પરંતુ તેનો પોતાનો કાટ તેને નષ્ટ કરી શકે છે. તેવી જ રીતે કોઈ વ્‍યક્‍તિનો નાશ કરી શકતું નથી પરંતુ તેની પોતાની માનસિકતા તેનો નાશ કરી શકે છે.

- જીવનમાં ઉતાર-ચઢાવ આપણને આગળ વધતા રાખવા માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે કારણ કે ચ્‍ઘ્‍ઞ્‍માં પણ સીધી રેખાનો અર્થ છે કે આપણે જીવતા નથી.

- હું હંમેશા ભારતની ભવિષ્‍યની સંભાવનાઓ વિશે ખૂબ જ આત્‍મવિશ્વાસ અને ખૂબ જ ઉત્‍સાહિત રહ્યો છું. મને લાગે છે કે તે ઘણી બધી સંભાવનાઓ સાથેનો એક મહાન દેશ છે.

- હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ ખૂબ જ સફળ છે પરંતુ જો તે સફળતા ખૂબ જ નિર્દયતાથી પ્રાપ્ત થઈ હોય તો હું તે વ્‍યક્‍તિની પ્રશંસા કરી શકું છું પરંતુ તેનું સન્‍માન કરી શકતો નથી.

- લોકો તમારા પર જે પત્‍થરો ફેંકે છે તે લો અને તેનો ઉપયોગ સ્‍મારક બનાવવા માટે કરો.

- લોકો હજુ પણ માને છે કે તેઓ જે વાંચે છે તે સાચું છે. (૪.૩૦)

મહાનુભાવોની શ્રધ્‍ધાંજલિ...

આનંદ મહિન્‍દ્રા...

રતન ટાટાના નિધન પર ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રાએ લખ્‍યું, 'હું રતન ટાટાના જવાના સમાચાર સ્‍વીકારવા સક્ષમ નથી. દેશની અર્થવ્‍યવસ્‍થા આજે જે ઐતિહાસિક છલાંગ લગાવી રહી છે તેમાં રતન ટાટાના જીવન અને તેમના પ્રયત્‍નોનું યોગદાન ઘણું મોટું છે.

રાજનાથસિંહ...

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રતન ટાટાના નિધનથી હું દુખી છું. તેઓ ભારતીય ઉદ્યોગના દિગ્‍ગજ હતા જેઓ આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્‍યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમના આત્‍માને શાંતિ આપે.

નીતિન ગડકરી...

દેશના મહાન સપૂત રતન ટાટા જીના નિધનના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્‍યો છે. રતન ટાટાજી સાથે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ખૂબ જ ગાઢ પારિવારિક સંબંધ છે. આવા મહાન વ્‍યક્‍તિની સાદગી, તેમની સહજતા, તેમનાથી નાના લોકો માટે પણ આદર, આ બધા ગુણો મેં ખૂબ નજીકથી જોયા અને અનુભવ્‍યા છે. મને મારા જીવનમાં તેમની પાસેથી ઘણું શીખવા મળ્‍યું.(૪.૩૧)

(2:37 PM IST)