તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
રતન ટાટાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા ચારેય ધર્મના પ્રતિનિધિઓ : સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ખુબ વખાણ : જુઓ વિડિયો
તેમના નશ્વર દેહને મુંબઈમાં NCPA લૉનમાં લાવવામાં આવ્યો, જ્યાં ભારે ભીડે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી : સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા

https://x.com/mayank_sxn/status/1844253444187824620
મુંબઈ : ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાનું બુધવારે રાત્રે શહેરની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું. આ પછી, રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતેના NCPA લૉનમાં લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા લોકો ની ભારે ભીડે અહીં તેમણે અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ટાટા ટ્રસ્ટના એક નિવેદન અનુસાર, ગુરુવારે સાંજે 4 વાગ્યે નશ્વર દેહને અંતિમયાત્રામાં લઈ જવામાં આવશે.
NCPA લૉન ખાતે મોટી સંખ્યામાં લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. ખાસ વાત એ છે કે આ દરમિયાન હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ મૌલવીઓ, શીખ સમુદાય તેમજ ખ્રિસ્તી ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. લોકોએ આ માટે સોશિયલ મીડિયા પર ટાટાના વખાણ કર્યા. એક યુઝરે લખ્યું કે એક હિંદુ પાદરી, ઈસાઈ પાદરી, મુસ્લિમ ઈમામ અને એક શીખ સંત પાછળ ઉભા છે. તે ખરેખર બિનસાંપ્રદાયિક છે...! RIP સર રતન ટાટા....
વીડિયોમાં પોલીસ બેન્ડ ટ્રમ્પેટ અને ડ્રમ્સ સાથે અંતિમ સંસ્કારની ધૂન વગાડતું જોવા મળ્યું હતું. NCPA લૉન તરફ જતા રસ્તાને પોલીસે કોર્ડન કરી લીધો હતો. તેથી ઓબેરોય હોટલ આગળ મરીન ડ્રાઈવ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત સરકાર વતી પીઢ ઉદ્યોગપતિના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. અગાઉ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે રાત્રે કહ્યું હતું કે અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના સીએમઓએ કહ્યું કે તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે અને સરકારનો કોઈ સાંસ્કૃતિક કે મનોરંજન કાર્યક્રમ આજે યોજવામાં આવશે નહીં. રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
