<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રતન ટાટાને ‘ભારત રત્‍ન' આપો મહારાષ્‍ટ્ર સરકારે કરી માંગ

 

મુંબઇ, તા.૧૦: મહારાષ્‍ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત રતન ટાટાને ભારતનું સર્વોચ્‍ચ સન્‍માન ભારત રત્‍ન આપવાનો પ્રસ્‍તાવ પણ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્‍યો છે અને કેન્‍દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. ટાટાના નિધન પર, ટાટા સન્‍સના ચેરમેન એન ચંદ્રશેખરને જૂથ વતી એક સંદેશ જારી કર્યો. ચંદ્રશેખરને પદ્મ વિભૂષણ રતન ટાટાના યોગદાનને અતુલ્‍ય ગણાવ્‍યું હતું. મહારાષ્‍ટ્રના મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે ટાટાના અંતિમ સંસ્‍કાર સંપૂર્ણ રાજ્‍ય સન્‍માન સાથે કરવામાં આવશે

(3:57 PM IST)