<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

દેશના સૌથી ધનિક વ્‍યક્‍તિ મુકેશ અંબાણીઃ ફોર્બ્‍સની યાદીમાં મેળવ્‍યું ટોચનું સ્‍થાન

છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિ ૨૭.૫ બિલિયન વધીને $119.5 બિલિયન થઈ ૧૦૦ અબજોપતિઓની સંપત્તિ એક ટ્રિલિયન ડૉલરને પાર

મુંબઇ, તા.૧૦: દેશના સૌથી ધનિક વ્‍યક્‍તિ અને રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વર્ષ ૨૦૨૪ માટે ફોર્બ્‍સની યાદીમાં પોતાનું ટોચનું સ્‍થાન જાળવી રાખ્‍યું છે. ૨૦૨૪ના ફોર્બ્‍સના ૧૦૦ સૌથી ધનિક ભારતીય ટાયકૂન્‍સની યાદીમાં તેમનો નંબર ટોચ પર છે. ફોર્બ્‍સ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્‍યું છે કે આ વર્ષે ભારતના ટોચના ૧૦૦ સૌથી અમીર લોકોની કુલ નેટવર્થ પહેલીવાર એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે.

નિષ્‍ણાંતોનું કહેવું છે કે મુકેશ અંબાણીએ રિલાયન્‍સના રોકાણકારો માટે દિવાળીની ભેટ તરીકે બોનસ શેરની જાહેરાત કર્યા બાદ આવું થયું છે. ફોર્બ્‍સ અનુસાર, મુકેશ અંબાણી ડૉલરના સંદર્ભમાં બીજા સૌથી વધુ નફાકારક વ્‍યક્‍તિ હતા. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિ $૨૭.૫ બિલિયન વધીને $૧૧૯.૫ બિલિયન થઈ છે. તેમની વર્તમાન નેટવર્થ $૧૦૮.૩ બિલિયન છે, જે તેમને વિશ્વના ૧૩મા સૌથી ધનિક વ્‍યક્‍તિ બનાવે છે.

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે વર્ષ ૨૦૨૪ માટે ફોર્બ્‍સની અમીર લોકોની યાદીમાં સામેલ ૧૦૦ અબજપતિઓની કુલ સંપત્તિ એક ટ્રિલિયન ડોલરના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ છે. કુલ સંપત્તિનો આંકડો વર્ષ ૨૦૨૩માં $૭૯૯ બિલિયનથી ૪૦ ટકા વધીને વર્ષ ૨૦૨૪માં $૧.૧ ટ્રિલિયન થવાની ધારણા છે.

ફોર્બ્‍સ મેગેઝિન અનુસાર, ભારતીય શેરબજારના મજબૂત પ્રદર્શન, IPO અને મ્‍યુચ્‍યુઅલ ફંડના મજબૂત વળતરને કારણે ભારતના અમીરો વધુ અમીર બની રહ્યા છે. ફોર્બ્‍સે જણાવ્‍યું હતું કે શેરબજારનો ઉત્‍સાહ સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરે પહોંચી ગયો છે કારણ કે ગયા વર્ષથી ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સમાં ૩૦ ટકાનો વધારો થયો છે. પરિણામે યાદીમાં સામેલ ૮૦ ટકાથી વધુ લોકો અમીર બની ગયા છે. તેમાંથી ૫૮એ તેમની નેટવર્થમાં એક અબજ ડોલર અથવા તેનાથી વધુનો ઉમેરો કર્યો છે

(4:06 PM IST)