તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
પારસી ધર્મમાં મૃતદેહોને ગીધ માટે છોડી દેવાની પ્રથા કેમ છે ?
પારસી ધર્મમાં મૃતદેહોને જ્યાં છોડી દેવામાં આવે છે તેને ‘ટાવર ઓફ સાયલન્સ'માં કહેવામાં આવે છે

નવી દિલ્હી, તા.૧૦: વિવધ ધર્મમાં મળતદેહની અંતિમવિધિ માટે અલગ અલગ પ્રથાઓ છે, હિંદ,બૌધ, જૈન ધર્મમાં મળત દેહને અગ્નિદાહ આપવાની પ્રથા છે, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં મળત દેહને દફનાવવાની પ્રથા છે, કોઈ ધર્મમાં મળતદેહને પાણીમાં વહાવી દેવાની પણ પ્રથાઓ છે. જયારે પારસી ધર્મમાં મળતદેહની જુદા જ પ્રકારે અંતિમવિધિ કરવાની પરંપરા છે, મળતદેહને ગીધનો ખોરાક બનવા માટે છોડી દેવામાં આવે છે.
પારસી લોકો માને છે કે માનવ શરીર કુદરત દ્વારા આપવામાં આવેલી ભેટ છે, મળત્યુ પછી દેહ પ્રકળતિમાં પાછો ભળી જવો જોઈએ. સમગ્ર વિશ્વમાં પારસીઓ આવી જ રીતે મળતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. પારસી ધર્મમાં મળતદેહોને જ્યાં છોડી દેવામાં આવે છે તેને ‘ટાવર ઓફ સાયલન્સ'માં કહેવામાં આવે છે.
પારસી સમુદાયમાં આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે, તેને ‘દખ્મા' પણ કહેવામાં આવે છે. આ પ્રથાને ‘આકાશ દફન' પણ કેહવામાં આવે છે. જો કે, પારસીઓની નવી પેઢી હવે આ પ્રકારે અંતિમ સંસ્કાર પર વધુ ભાર મૂકતી નથી. રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પારસીઓએ બનાવેલા ઇલેક્ટ્રિક સ્મશાનગળહમાં કરવામાં આવશે.
પારસીઓ મળતદેહને બાળવા, દાટવા કે વહાવાને બદલે ગીધને ખાવા માટે ‘ટાવર ઓફ સાયલન્સ'માં છોડી દે છે, જ્યારે ગીધ મળતદેહોનું માંસ ખાય છે, ત્યારે બાકીના હાડકાંને ખાડામાં દફનાવી દેવામાં આવે છે. અંતિમ સંસ્કારની આ પરંપરાને ‘દોખ્મેનાશિની' અથવા ‘દખ્મા' કહેવામાં આવે છે. પારસી ધર્મમાં માનવામાં આવે છે મળતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકળતિ પ્રદૂષિત થાય છે. પારસી ધર્મમાં પળથ્વી, પાણી અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આથી આ મળતદેહો ત્રણેયમાંથી એકેયને સોંપવામાં આવતા નથી.
પારસી સમુદાયમાં, મળત્યુ પછી પણ કોઈપણ શરીર કામમાં આવે એ પુણ્ય માનવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મળતદેહને રાખ્યા બાદ ચાર દિવસ સુધી મળતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, જેને અરંધ કહેવામાં આવે છે.
ગીધની ઘટતી જતી સંખ્યાને કારણે પારસી સમુદાયે પણ મળતદેહોના અગ્નિસંસ્કારની પદ્ધતિ બદલવી પડી છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિષાીના માર્ગ અકસ્માતમાં મળત્યુ થયા પછી, પારસીઓ દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર જહાંગીર પંડોલના મળતદેહને દક્ષિણ મુંબઈના ડુંગરવાડીના ‘ટાવર ઓફ સાયલન્સ'માં મુકવામાં આવ્યો હતો કારણ કે તેના પરિવારે અંતિમ સંસ્કાર માટે પરંપરાગત રીત-રિવાજોને પ્રાધાન્ય આપ્યું હતું.
ગીધ થોડી કલાકોમાં શરીરમાંથી માંસ સાફ કરે છે અને હાડકા છોડે છે, હવે ગીધની સંખ્યા જુજ જ રહેતા કાગડા અને સમડી જેવા પક્ષીઓ માંસ ખાય છે, પરંતુ આ પક્ષીઓ ગીધ કેટલા પ્રમાણમાં માસ ખાઈ શકતા નથી. આથી માંસ સાફ થતા મહિનાઓ લાગે છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. આ કારણે હવે આ પ્રથા હવે પારસી સમુદાયમાં પ્રચલિત નથી.(૨૩.૨૧)
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
