<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને 2024 નો સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળશે

તેમના પુસ્તકોમાં 'ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસનનો થાય છે સમાવેશ

વોશીન્ગ્ટન : દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને વર્ષ 2024 માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન તેમના કાવ્યાત્મક ગદ્ય માટે આપવામાં આવ્યું છે. તેમના પુસ્તકોમાં 'ધ વેજિટેરિયન, ધ વ્હાઇટ બુક, હ્યુમન એક્ટ્સ અને ગ્રીક લેસનનો સમાવેશ થાય છે.

હાન કાંગનો જન્મ 1970માં દક્ષિણ કોરિયન શહેર ગ્વાંગજુમાં થયો હતો પરંતુ તે 9 વર્ષની ઉંમરે તેના પરિવાર સાથે સિઓલમાં રહેવા ગઈ હતી. હાન કાંગ એક સાહિત્યિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા પણ જાણીતા નવલકથાકાર છે.

 

(5:29 PM IST)