<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યો ખાસ મિત્ર 'ગોવા', પ્રિય કુતરાએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ: જુઓ આ હૃદયદ્રાવક દ્રશ્ય

'ગોવા'નામનો આ કુતરો રતન ટાટાની ખૂબ જ નજીક હતો. ટાટાએ વર્ષો અગાઉ તેને ગોવા રાજ્યમાંથી મેળવ્યો હતો, માટે તેનું નામ ગોવા રાખ્યું હતું.

મુંબઈ :  ભારતના અગ્રણી ઉદ્યોગપતિ પૈકીના એક અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.

આ દરમિયાન તેમના ખાસ કુતરાએ પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. પહ્મ વિભૂષણથી સન્માનિત 86 વર્ષના ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે અવસાન થયું હતું.

રતન ટાટાના અવસાન બાદ તેમનો અતિ પ્રિય કુતરો 'ગોવા'એ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

'ગોવા'નામનો આ કુતરો રતન ટાટાની ખૂબ જ નજીક હતો. ટાટાએ વર્ષો અગાઉ તેને ગોવા રાજ્યમાંથી મેળવ્યો હતો, માટે તેનું નામ ગોવા રાખ્યું હતું. આ કુરતો રતન ટાટા સાથે મુંબઈ સ્થિત બોમ્બે હાઉસમાં રહેતો હતો અને તેમના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો હતો.

(6:27 PM IST)