News of Friday, 11th October 2024
ટીચર અડપલાં કરે છે...' ૪૨ વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આરોપથી તંત્રમાં દોડધામ

પપ્પનાડુ,તા. ૧૧: એક સરકારી શાળામાં ૪૨ વિદ્યાર્થીનીઓએ શિક્ષક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલો તમિલનાડુની એક સરકારી શાળાનો છે, જયાં ગણિતનો વિષય ભણાવવા માટે આવતાં શિક્ષક પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓએ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરેક વિદ્યાર્થીનીઓ ૯મા અને ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાની ૪૨ વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આરોપથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
હકીકતમાં જિલ્લા કલેક્ટર કચેરીને ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ફરિયાદ મળી હતી કે, એક સરકારી શાળાના શિક્ષક ધોરણ ૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓનું જાતીય સતામણી કરે છે. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક એક ટીમ બનાવીને તપાસ અર્થે શાળામાં મોકલવામાં આવી હતી.
મુથુ કુમારન પપ્પનાડુની એક સરકારી કન્યા શાળામાં ગણિતના શિક્ષક છે. તપાસ કરનાર ટીમે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને સુપરત કર્યો છે. તેમજ તત્કાલ આરોપી શિક્ષકને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી શિક્ષકની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ શિક્ષકની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
